Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

10 બાળકોને જન્મ આપીને તેનો ઉછેર કરનારી મહિલાને 10 લાખ રુબલ આપવાની સરકારે જાહેરાત કરી

  • August 21, 2022 


કોવિડ-19 મહામારી અને રશિયા-યુક્રેન યુધ્ધના પગલે રાષ્ટ્રપતિ વ્લાદિમેર પૂતિને ઘટતી જતી વસ્તી અંગે પણ ચિંતા વ્યકત કરી છે. ભારતમાં વસ્તી વિસ્ફોટ સમસ્યા છે જયારે રશિયા માટે  ઓછી વસ્તી વિકટ સમસ્યા બનતી જાય છે. આથી 10 બાળકોને જન્મ આપીને તેનો ઉછેર કરનારી મહિલાને 10 લાખ રુબલ આપવાની સરકારે જાહેરાત કરી છે. આ રકમ દસમા બાળકના પ્રથમ વર્ષ દિને આપવામાં આવશે.રશિયા આજકાલ કરતા 1990થી પોતાના દેશમાં વસ્તી વધારવા પ્રયત્નશીલ છે. જો કે 10 બાળકો પેદા કરવા અને ઉછેરવા એ ખૂબજ મુશ્કેલ હોવાથી નિષ્ણાતોએ ઓફરને એક હતાશ પ્રયત્ન તરીકે ગણાવી છે.




પ્રાપ્ત માહિતી અનુસાર રશિયાના રાજનેતા અને સુરક્ષા નિષ્ણાત ડો જેની મેથર્સે એક રેડિયો કાર્યક્રમમાં બ્રોડકાસ્ટર હેનરી બોન્સુને નવી રુસી ઇનામી યોજના અંગે વાત કરી હતી. આ યોજનાને મધર હીરોઇનનું નામ આપવામાં આવ્યું છે. પુતિન સરકાર રશિયાની ઘટતી જનતા સંખ્યાના ઉપાય માટે કશું પણ કરી છુટવા તૈયાર છે.




સરકાર માને છે કે વધુ સંખ્યા ધરાવતા પરીવારોમાં દેશભકિત વધારે હોય છે. એક માહિતી મુજબ યુક્રેન યુધ્ધમાં રશિયાના 50 હજારથી વધુ સૈનિકોના મોત થયા છે. રશિયનો હંમેશા લડવૈયા રહયા છે. વિશ્વયુદ્ધોમાં સૌથી વધુ સૈનિક ખૂંવારી રશિયા વેઠી ચુકયું છે. રશિયામાં આજે પણ પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે છે. રશિયાનો કુલ વિસ્તાર 17,098,246 કિમી વર્ગ છે. વસ્તી 145,478,097 લોકોની છે જેમાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા 80 લાખ વધારે છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application