આજના સમયમાં ભાગ્યે જ કોઈ જ એવું વ્યક્તિ હશે કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતુ હોય. લોકો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વિચારો, ફોટો, વીડિયો શેર કરતા હોય છે. પરતું ક્યારેક તેનો ઉપયોગ સુરક્ષા અને પ્રાઈવસી બાબતે ખતરારૂપ સાબિત થાય છે. એવામાં હાઈ પ્રોફાઈલ લોકોના તેમજ સરકારના પણ એકાઉન્ટ્સ હેક થયાની ખબરો સામે આવતી હોય છે. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
શું છે CERT-In???
CERT-In એ એક સરકારી સંસ્થા છે જે એપ્લિકેશન્સ અને સેવાઓમાં બગનું નિરીક્ષણ કરે છે. તે જણાવે છે કે, તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો. સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષાના કારણોસર CERT-In એ ગાઈડલાઈન બહાર પાડી છે.
ગાઈડલાઈન શું છે???
એક સમાચારપત્રના અહેવાલ મુજબ CERT-In એ જણાવ્યું હતું કે, હાલમાં હાઈ પ્રોફાઈલ લોકો અને સરકારી ખાતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હુમલા વધ્યા છે. તેની સુરક્ષા માટે સૌથી વધુ જરૂરી છે કે તમે કોઈ મજબૂત પાસવર્ડ રાખો. જે બિલકુલ અલગ હોવો જોઈએ અને તેમાં આલ્ફાબેટ્સની સાથે સાઈન અને આંકડાઓનો પણ ઉપયોગ થવો જોઈએ.
- ટુ ફેક્ટર અથવા મલ્ટી ફેક્ટર ઓથેન્ટીફીકેશન કોઈપણ એકાઉન્ટમાં વધારાની સુરક્ષા આપે છે. હેકર્સને તમારો પાસવર્ડ ખબર હોવા છતાં તેને ઍક્સેસ મેળવવાથી રોકવા માટે ટુ ફેક્ટર ઓથેન્ટીફીકેશન ઓપ્શનનો ઉપયોગ કરવો જોઈએ.
- અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઍક્સેસ કંટ્રોલ રાખવું જરૂરી છે. તેમાં બિનજરૂરી ઍક્સેસ અપવાનાનું ટાળવું જોઈએ. તેમજ સમયાંતરે તે જોતા રહેવું જોઈએ.
- બને તો સોશીયલ મીડિયા એકાઉન્ટ માટે એક અલગથી ઈ-મેઈલ એકાઉન્ટ રાખવું જોઈએ. આ સાથે એ પણ ધ્યાન રાખવું કે આ ઈ-મેઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની ઓળખ અલગ-અલગ હોય.
- બિઝનેસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઍક્સેસ ખૂબ ઓછા લોકોને આપવા જોઈએ. જેથી પ્રાઈવસી જળવાય રહે. તેમજ સમયાંતરે કોની પાસે તેની ઍક્સેસ તે પણ ચેક કરતા રહેવું જોઈએ.
- તમારા ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે GPS ઍક્સેસ બંધ કરો જેથી તમારું લોકેશન ટ્રેક ન કરી શકાય અને તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે.
- પબ્લિક વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ સુરક્ષિત નથી. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક્સેસ કરવા માટે તેનો ઉપયોગ કરવાથી તેને જોખમ વધી શકે છે.
- નવી અને ઉચ્ચતમ સિક્યુરિટી મેળવવા માટે હંમેશા તમારા સોશિયલ મીડિયા એપ્લિકેશને અપડેટ કરતા રહો. તેમજ અજાણી લીંક ખોલવાનું ટાળો.
- જ્યારે કોઈ કર્મચારી સંસ્થા છોડી દે ત્યારે તરત જ તેની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઍક્સેસ રદ કરો. તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાથે જોડાયેલા ઈમેલ એકાઉન્ટને નિયમિત ચેક કરતા રહો.
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સુરક્ષા સેટિંગ્સમાં અજાણ્યા ડિવાઈસ પરથી લૉગિન કરવામાં આવે તો તે અંગે લૉગિન એલર્ટની નોટીફીકેશન ચાલુ રાખવી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500