સોનગઢ તાલુકાના જૂની સેલટીપાડા ગામે એક ખેડૂતને ત્યાં બકરીએ માનવીના ચહેરા જેવા આકૃતિ ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બકરીના બચ્ચાનો ચહેરો કોઈ વૃધ્ધ ઈસમનો હોય એવું જોવા મળ્યો હતુ. જોકે જન્મ બાદ થોડા સમય માટે જ જીવેલા આ બચ્ચાને બાદમાં દફનાવી દેવામાં આવ્યો હતો.
લોકોમાં કુતુહલ સર્જાયું હતું
તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના જૂની સેલટીપાડા ગામે રહેતા અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા વસાવા અજીતભાઈ કાંતિલાલભાઈ ત્યાં એક બકરીએ અજીબો ગરીબ વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ ગામલોકોને થતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.
લોકોએ આ કોઈ કે પૂર્વજે જન્મ લીધો છે એવી માનતા સાથે બકરીના બચ્ચાને પૂજા કરી બાદમાં વિધિ સાથે જમીનમાં દફનાવી દીધું
અન્ય બકરીના બચ્ચાની જેમ જ પૂંછડી લઈને જન્મેલા આ બકરીના બચ્ચાનું કપાળ,આંખ, મોઢું, અને દાઢી જેવા ભાગો મનુષ્ય જેવા જ હોવાનું જોવા મળ્યું હતું. જન્મ બાદ થોડા સમય માટે જ જીવેલા આ બચ્ચાએ બે વખત નાના બાળક જે રીતે રડે એ જ રીતે રડયું હોવાનું ત્યાં જ ઉપસ્થિત એવા વિલાસભાઈ એ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ બચ્ચા ના માત્ર ચાર પગ અને કાન જ બકરી ના બચ્ચા જેવા હતા જયારે બાકી નું શરીર માનવી જેવું હતું.
સ્થાનિક લોકોએ આ કોઈ કે પૂર્વજે જન્મ લીધો છે એવી માનતા સાથે વિચિત્ર આકાર અને કદ સાથે જન્મેલા આ બકરીના બચ્ચાને પૂજા કરી બાદમાં વિધિ સાથે એને જમીનમાં દફનાવી દીધું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500