ઉચ્છલ તાલુકાના વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાને થપ્પડ મારતા સમગ્ર મામલો પોલિસ મથકે પહોચ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રેમી અને પ્રેમિકા વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી તે દરમિયાન પ્રેમિકા પોતાના કામ અર્થે એક સરકારી ઓફિસની સામે આવેલ અનાજ દળવાની ઘંટીએ ગઈ હતી તે જ સમયે પ્રેમી ત્યાં આવી પહોચી પ્રેમિકાને કહેવા લાગ્યો કે, તુ મારો ફોન કેમ ઉપાડતી નથી અને મારી સાથે વાત કેમ નથી કરતી. આમ કહીને પ્રેમી એ પ્રેમિકાને ગાળો આપી થપ્પડ મારી કહેવા લાગ્યો કે હવે પછી જો મારો ફોન ના ઉપાડ્યો તો તને જાનથી મારી નાખીશ. બનાવ અંગે પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી જે બાદ ઉચ્છલ પોલીસે પ્રેમી યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application