Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરા ને ગામ ના જ એક યુવકે પ્રેમજાળ ફસાવી, પ્રેમી યુવકના સગાઓ મહેણાં ટોણા મારી માનસિક ત્રાસ આપતાં સગીરા એ ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

  • April 25, 2023 

ઉચ્છલના એક ગ્રામ વિસ્તારમાં રહેતી સગીરાને ગામ માં જ રહેતાં એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયા હતાં. આ સંબંધ ના કારણે તેઓ એક બીજા ને અવારનવાર મળતાં હતાં.જોકે ગત આઠેક માસ પહેલાં સગીરા ની ઉંમર ઓછી હોવ નું જાણવા છતાં યુવક તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને સગીરા સાથે આરોપી યુવકે વારંવાર શારિરીક સબંધ બાંધતા સગીરા ગર્ભવતી બની ગઈ હતી.જોકે આ સમયે પ્રેમી અને તેના પરિવાર ના સભ્યોએ સગીરા ને મોહિની ગામે આવેલ એક ખાનગી ક્લિનિક માં લઇ જઇ ગર્ભપાત કરાવી નાંખ્યો હતો અને સગીરા ને પોતાના ઘરે જ લઈ ગયો હતો.


દરમિયાન પ્રેમી યુવકના સગાઓ દ્વારા સગીરાને મહેણાં ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. જેથી સગીરા પોતાના ઘરે પરત આવવા માટે તૈયાર થતી હતી ત્યારે પ્રેમી યુવક સગીરા ને હું મરી જઈશ એવી ધમકી આપી પોતાના ઘરે પણ આવવા દેતો ન હતો.આખરે આ સગીરા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી જઈ ગત 10/04/23 ના રાત્રે થી 11/04/23 ના સવાર દરમિયાન આરોપી યુવક ના બેડરૂમ માં આવેલ લાકડાં ના આડિયા સાથે દુપટ્ટો બાંધી તેના વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. જે અંગે સગીરા ની બહેને ઉચ્છલ પોલીસ મથકે પ્રેમી યુવક અને અન્ય બે સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application