સુરત શહેરનાં કતારગામ વિસ્તારમાં BRTS બસનાં ચાલકે અકસ્માત સર્જતા એક વ્યક્તિનાં મોત અને આઠ વ્યક્તિને ઈજાના બનાવની ઘટના હજુ તાજી છે તેવા સમયે બેફામ BRTS બસ ચાલકે ડુમસ રોડ પર રસ્તો ક્રોસ કરતી યુવતીને અડફટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતનાં અમરોલી જીવન જ્યોત હોસ્પિટલ પાસે જલાદર્શન એપાર્ટમેન્ટ ઘર નં.E/304માં રહેતા અને આઈસ્ક્રીમ એજન્સીમાં ટેમ્પો ડ્રાઈવર 47 વર્ષીય મહેશભાઇ અંબાલાલ પટેલની 20 વર્ષીય પુત્રી માસુમ ડીમાર્ટમાં નોકરી કરે છે. ગત સવારે 11 વાગ્યે માસુમ તેની ફ્રેન્ડ નિધિ સિંહ સાથે ડુમસ રોડ સ્થિત VR મોલમાં ફરવા ગઈ હતી. જયા 12 વાગ્યે ત્યાં પહોંચેલી બંને ફ્રેન્ડ મોલમાં કલાક ફર્યા બાદ ઘરે પરત જવા માટે મોલની સામેના BRTS સ્ટેન્ડ પરથી બસમાં બેસીને નીકળી હતી. જોકે રસ્તામાં તેમને ભૂખ લાગતા બંને અઢી વાગ્યે તેઓ લાન્સર આર્મી સ્કુલની સામે બસમાં ઉતરી રોડ ક્રોસ કરતા હતા ત્યારે પાછળથી આવતી BRTS બસ નંબર GJ/05/BX/2630નાં ચાલકે ટક્કર મારતા માસુમ નીચે પડી ગઈ હતી અને બસનું વ્હીલ તેના પર ચઢી ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application