સોનગઢ માંથી બિન વારસી હાલતમાં આશરે દોઢ થી બે વર્ષની બાળકી મળી આવી છે. સોનગઢ ખાતે આવેલ ખાતે આવેલ સાગર સ્ટોન કવોરીમાંથી બાળકી મળી આવી છે. જે બાદ સોનગઢ પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાની તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આ બાળકીના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. જે વિસ્તાર માંથી આ બાળકી મળી આવી છે એ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મજુબ સોનગઢ ખાતે આવેલ સાગર સ્ટોન કવોરીમાં સુપરવાઈઝર તરીકે કામગીરી કરતા શૈલેષભાઈ ચંદુભાઈ ગામીતે આજરોજ સ્ટોન કવોરીમાં આશરે દોઢ થી બે વર્ષની એક બાળકીને બિનવારસી હાલતમાં જોઈ હતી. આસપાસના એરિયામાં તપાસ બાદ પણ બાળકીના પરિવારજનોનો કોઈ પત્તો ન લાગતા શૈલેષભાઈ ગામીતે સોનગઢ પોલીસને જાણ કરી હતી.
સોનગઢ પોલીસ દ્વારા બાળકીનો કબજો લઇ બાળકીને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં બાળકીની શારીરિક તપાસ કરવામાં આવી હતી. જોકે બાળકી સંપર્ક સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ત્રણ અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જે વિસ્તાર માંથી આ બાળકી મળી આવી ત્યાના તમામ સીસીટીવી ફૂટેજ તેમજ પડાવ સહિતના વિસ્તારમાં તપાસ કરાઈ રહી છે. તેમજ આ બાળકી કોની છે ?? તેને કેમ બિનવારસી હાલતમાં મુકવામાં આવી ?? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ સાથે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે,આ બાળકીના માતા-પિતા અથવા સગા સબંધીઓની કોઈ જાણકારી મળે તો સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈના મોબાઈલ નંબર – 9825351999 / 8460538760 અથવા સોનગઢ પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર – 02624 222033 સંપર્ક કરવો..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500