Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દીવાળીના ઈલેક્ટ્રીક દીવા સાથે રમતી વખતે બાળકી ઈલેક્ટ્રિક દીવા ગળી ગઈ

  • November 12, 2023 

મુલુન્ડનો એક પરિવાર તેમની ૨૨ મહિનાની બાળકી વીજળીના દીવા સાથે રમ્યા પછી ચિંતાજનક લક્ષણો અનુભવવા લાગી ત્યારે ચિંતાજનક સ્થિતિમાં મુકાયો હતો. ૮મી નવેમ્બરની વહેલી સવારે બાળકીને લીલા પ્રવાહીની ઉલટી થવા લાગી. તેમાંથી રાસાયણિક ગંધ આવી ત્યારે બાળકીના માતાપિતાને તે કંઈક ઝેરી વસ્તુ ગળી ગઈ હોવાનો શક થયો.


બાળકીને તાત્કાલિક નજીકની નસગ ફેસિલિટીમાં લઈ જવામાં આવી જ્યાં તેના એક્સરે કઢાવતા તેમને ચોંકાવનારી માહિતી મળી. બાળકીના પેટ અને આંતરડામાં ત્રણ બટન-સાઇઝની વસ્તુઓ હતી. આ ખુલાસાથી તેમને યાદ આવ્યું કે થોડા દિવસ અગાઉ  બાળકી ઈલેક્ટ્રિક દીવા સાથે રમી રહી હતી. સ્થિતિની ગંભીરતા સમજીને બાળકીને તુરંત હોસ્પિટલમાં લઈ જવામાં આવી.


એક બટન બેટરી એન્ડોસ્કોપી દ્વારા કાઢવામાં આવી જ્યારે બાકીની બે બેટરી કુદરતી રીતે બહાર નીકળી જાય તેના માટે દવા આપવામાં આવી.બાળકીની સારવાર કરનાર બાળરોગ નિષ્ણાંતે જણાવ્યું કે બટન બેટરીમાંથી નીકળતા  કેમિકલને કારણે બાળકીની અન્નનળી અને પેટમાં ચાંદા પડયા હતા. પણ સમયસર સારવાર મળતા વધુ નુકસાન થતું અટકાવાયું હતું.


ડોક્ટરોએ આવા ઈલેક્ટ્રિક દીવા બાબતે સાવધાની વર્તવાની સલાહ આપી હતી. ૨૦૧૬માં ઈન્ડિયન જરનલ ઓફ પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં એક વર્ષથી ત્રણ વર્ષના બાળકોને દાઝી જવા, ઝેરીલી વસ્તુ ગળી જવાના જોખમ વિશે જણાવાયું હતું. અભ્યાસમાં ખાસ કરીને દીવાળી જેવા તહેવાર દરમ્યાન આવા અકસ્માતો અટકાવવા જોખમી વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવાની સલાહ અપાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application