ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં અનેક કેસોમાં સંડોવાયેલા આંદોલનકારીઓને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચુંટણીના મેદાને જંગમાં ઉતારવામાં આવ્યા હતા.તેવામાં ભાજપ સાથે જોડાયેલા બે આંદોલન કારીઓને જીત મળી છે. જ્યારે કોંગ્રેસ અને આપ સાથે જોડાઈને મેદાનમાં ઉતરેલા આંદોલન કારીઓને કારમી હારનો સામનો કરવાનો સામનો પડ્યો હોય તેવું ચુંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ભાજપમાં આવ્યા તો બન્યા ધારાસભ્ય
પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને પાર્ટીઓ ફેરવીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ સીટ પરથી ભારે મતોથી વિજેતા થયા હતા. અંહી અલ્પેશ ઠાકોરને 1,33,339 મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના નેતા ડો.હિમાંશુ પટેલને 89386 મતો મળ્યા હતા.ત્યારે અંહી કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો 43953 મતોની સરસાઈથી અલ્પેશ ઠાકોરએ બેઠક પર કબજો કર્યો હતો.ભાજપ સાથે જોડાયેલ બીજા આંદોલન કારી જે કોંગ્રેસમાંથી સિધ્ધા ભાજપમાં આવીને ટિકિટ મેળવી હાર્દિક પટેલ હવે ધારાસભ્ય બની ચૂક્યા છે.હાર્દિક પટેલ 98627 મતો મેળવી કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ 42412 મતો અને આપ અંહી બીજો પક્ષ તરીકે ઊભરી આવી 47072 મતો મળ્યા હતા. જેથી મોત માર્જિનથી હાર્દિક પટેલ અંહી જીતવામાં સફળતા મળી હતી.હાર્દિક પટેલ પહેલીજ ચુંટણીમાં હવે ધારાસભ્ય બની ચૂક્યા છે.
આપના બે આંદોલનકારીની કારમી હાર
તો બીજી તરફ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ આંદોલનકારી અલ્પેશ કથીરિયાને વરાછા સીટ પરથી કુમાર કાનાણી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મોટા માર્જિન સાથે આપના નેતા અને સુરતમાં પાટીદાર આંદોલનમાં ગબ્બર તરીકે ઊભરી આવેલા મોટા નેતાનો પાટીદારોના ગઢ ગણાતી બેઠક પર હાર થઈ હતી. જેથી આપના ખેમાંમાં સન્નાટો છવાઈ ગયો હતો.આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની પણ કારમી હાર થઈ હતી. કતારગામ બેઠક પરથી તેઓને 55713 મતો મળ્યા હતા જ્યારે ભાજપના નેતા વિનુભાઈ મોરડીયાને 120342 મતો મળ્યા હતા જેથી 64629 મતોથી ઇટલીયાની હાર થઈ હતી.
જીગ્નેશ મેવાણીના મતદારોએ કોંગ્રેસે ન કરી પસંદ
જીગ્નેશ મેવાણી પણ એક આંદોલન કારી નેતા છે અને તેઓ પણ અપક્ષ ઉમેદવાર તરીકે વડગામ બેઠક પરથી ચુટાઈને આવ્યા હતા અને વિપક્ષમાં સારી એવી ભૂમિકા અદા કરી હતી જોકે ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાય અને કાર્યકારી પ્રમુખ પણ તેમને કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને આ વખતની ચુંટણી તેઓ કોંગ્રેસના સિમ્બોલ પર લડી રહ્યા હતા.ત્યારે કોંગ્રેસમાંથી તેઓએ વડગામ બેઠક પરથી તેમની હાર થઈ હતી. ભાજપના મણિભાઈ વાઘેલા સામે 1525 જેટલા મતોથી તેમની હાર થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500