જો તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માંગતા હોવ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા કરવા ઈચ્છો છો તો, શ્રાવણના મહિનાના છેલ્લા દિવસે પૂર્ણિમાની રાત્રે કેટલાક ઉપાય કરી લાભ મેળવી શકો છો. તેનાથી તમારા પિતૃઓ મહાદેવની કૃપાથી જલ્દી જ મોક્ષ પ્રાપ્ત કરશે અને પરિવારમાં દરેકને સુખી જીવનના આશીર્વાદ મળશે. શ્રાવણ મહિનો ભગવાન શિવ તેમજ પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે. આ મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાની પૂર્ણિમાનો દિવસ પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા 19 ઓગસ્ટના રોજ સવારે 3.43 કલાકે શરૂ થશે અને રાત્રે 11:55 વાગ્યા સુધી માન્ય રહેશે. આ દિવસે પિતૃઓની શાંતિ માટે દાન અને દાનનું પણ વિશેષ મહત્ત્વ છે.
જેમાં પિતૃઓ માટે આ ઉપાય કરી શકાય...
- શ્રાવણ પૂર્ણિમાના દિવસે કોઈ પંડિતનો સંપર્ક કરીને પિતૃ દોષ દૂર કરવા માટે વિશેષ પૂજા કરાવી શકાય છે,
- પિતૃ દોષ દૂર કરવા માટે મંત્રો જાપ કરો અને બ્રાહ્મણોને ભોજન અને દાન કરો,
- શ્રાવણ પૂર્ણિમાના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરો અને વિધિ પ્રમાણે શ્રાદ્ધ કર્મ કરાવો. બ્રાહ્મણોને ભોજન અને દાન આપો,
- શ્રાવણની પૂર્ણિમાના દિવસે પિંડ દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂર્વજોને પ્રસાદ ચઢાવો અને શ્રાદ્ધ વિધિ કરો,
- પિતૃઓની શાંતિ માટે પિતૃ સંબંધિત શાસ્ત્રોનો પાઠ કરાવવો જોઈએ અને શ્રાદ્ધ વિધિના નિયમોનું પાલન કરો,
- પિતૃઓને મોક્ષ પ્રદાન કરવા માટે કૂવામાં અથવા નદીમાં જળ અર્પણ કરો અને જળ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
- શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઘીનો દીવો પ્રગટાવો અને તમારા પૂર્વજોને અર્પણ કરો. આ સાથે દીવો અંધારામાં પ્રગટાવો.
આ બાબતોનું રાખો ખાસ ધ્યાન...
શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરો અને તેની આસપાસ 11 વાર પ્રદક્ષિણા કરો,
આ સાથે તમારી આર્થિક સ્થિતિ સુધારવા અને દેવાની સમસ્યાને દૂર કરવા માટે આ દિવસે દેવી લક્ષ્મીને હળદરમાં પલાળેલી 11 કોડીઓ ચઢાવો. ત્યારપછી બીજા દિવસે આ કોડીઓને લાલ કે પીળા કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં અથવા પર્સમાં રાખવી શુભ માનવમાં આવે છે,
પૂર્ણિમાના દિવસે કાચા દૂધથી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સંપૂર્ણ ભક્તિ સાથે દેવી લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની પૂજા-ઉપાસના કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500