Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લાના ઉચેડિયા ગામે દેશનું પ્રથમ દિવ્યાંગો માટેનું અદ્યતન વૃદ્ધાશ્રમ "પ્રભુનું ઘર"નું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કરાયો શિલાન્યાસ

  • February 19, 2023 

કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવ્યાંગોના ઉત્થાન માટે સતત ચિંતા સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે. તેમાં વધુએક છોગું ઉમેરાતાં દિવ્યાંગોને વૃદ્ધાવસ્થામાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરતના સેવાભાવી કર્મશીલ અને પદ્મ શ્રી કનુભાઈ ટેલરના વિચારો થકી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે ૪૦ કરોડના ખર્ચે આકાર પામનાર દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ "પ્રભુનું ઘર”નું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલેના વરદ હસ્તે શિલાન્યાસ કરાયો હતો.



દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમના શિલાન્યાસ વેળાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય તે માટે સતત ચિંતા કરીને તે દિશામાં અનેક યોજના અમલમાં મુકી છે. આ ઉપરાંત ભગીરથ કાર્યને આગળ ધપાવવાના યજ્ઞમાં દેશમાં પ્રથમ વખત દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘરનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જે ખરેખર પ્રસંશનીય છે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ "છોડમાં રણછોડ દેખાય છે તેમ દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ" તેમ જણાવી આ સંસ્થાના દિવ્ય કાર્યની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી.


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગૌરવશાળી નેતૃત્વમાં વિકાસની ગતિએ હરણફાળ ભરી રહેલા ભારતે વિદેશમાં રોજગારીની તકો ઉભી કરવાનું કાર્ય કર્યું છે, ત્યારે આજનું આ દિવ્ય અને ઈશ્વરિય કાર્યના શિલાન્યાસ થકી દિવ્યાંગો માટેના ભગીરથ કાર્યમાં વધુ એક ઉમેરો થયો છે. જે આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે માત્ર સરકાર એકલા હાથે ન કરી શકે તેવા અનેક કાર્યોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવતી હોય છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સમાજલક્ષી કાર્યોને રાજ્ય સરકારશ્રી તરફથી વધુમાં વધુ સહભાગી થવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.



કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન ડિસેબલ વેલ્ફર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ શ્રી ડૉ.કનુભાઈ ટેલરે કર્યું હતું અને જણાવ્યું હતું કે, દિવ્યાંગોના વૃદ્ધાશ્રમનું શિલાન્યાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પિતૃઓના આશીર્વાદ લીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ડબલ એન્જીનની સરકારમાં દિવ્યાંગજનોનો સાચા અર્થમાં ભાગ્યોદય થવાનો છે.




આ વેળાએ કે.પી. ગ્રુપના ચેરમેનશ્રી ફારૂકભાઈ પટેલે સંકુલના શિલાન્યાસ પ્રસંગે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,આ કાર્યને છેવાડાના માનવી માટે કરુણાનું ઝરણું સમાન ગણાવ્યું હતું. શિલાન્યાસના આ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના દ્વારા દિપ પ્રાગટ્ય થકી કરવામાં આવી આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું મંચસ્થ મહેમાનો દ્વારા બુકે તથા શાલ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ વ્હીલચેર ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application