Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Bribe : વ્યારાના ઝાંખરી રાઉન્ડનો ફોરેસ્ટર ૪૦ હજારની લાંચ લેતા પકડાયો

  • April 12, 2023 

વ્યારાના ઝાંખરી રાઉન્ડનો ફોરેસ્ટર રાજેશકુમાર પટેલ રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે પકડાયો છે, જેને લઇ લાંચીયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.


મળતી માહિતી મુજબ એસીબીને ફરિયાદ કરનારને ગઈ તા.૦૮/૦૪/૨૦૨૩ના રોજ રાઉન્ડ ફોરેસ્ટરની કચેરી ઝાંખરી તરફથી એક નોટીસ મળેલ,જેમાં ખેરના બીન પાસ પરમીશન વગરના અનામત પ્રકારના ખેરના છોલેલા લાકડા તેમજ વાહન પકડવામાં આવ્યા હતા,જે ગુનામાં ફરિયાદીને રેન્જ કચેરી વ્યારા ખાતેથી દિન-૦૨ માં હાજર રહેવા સુચના આપવામાં આવી હતી.



જે બાબતે લાંચિયા ફોરેસ્ટરને મળતા “તપાસમાં તારુ નામ નહી આવે અને તારી ધડપકડ નહી થાય” તેમ કહી ફરિયાદી પાસે પ્રથમ રૂ.૫૦,૦૦૦/-ની લાંચની માગણી કરી હતી જે રકઝકના અંતે રૂ.૪૦,૦૦૦/-નકકી થઇ હતી,જોકે લાંચની રકમ રૂ.૪૦,૦૦૦/- ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબીએ આજરોજ લાંચના છટકાનુ આયોજન કર્યું હતું જેમાં ઝાંખરી ગામના સ્મશાનની બાજુમાં,જાહેર રોડ ઉપર ફોરેસ્ટર રાજેશકુમાર બચુભાઈ પટેલ રૂ.૪૦,૦૦૦/-ની લાંચની રકમ સ્વીકારતા સુરત ગ્રામ્ય એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application