વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે રાત્રે શરુ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને વિશ્વના અમુક દેશોના લોકો જ આ ખગોળીય ઘટનાના સાક્ષી બની શક્શે. આ અગાઉ વર્ષનું પહેલુ સુર્ય ગ્રહણ થયુ હતું જે ભારતમાં જોવા મળ્યુ ન હતું. ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં જેથી તેનો સુતક સમયગાળો રહેશે નહીં.
વર્ષ 2023માં કુલ 4 ગ્રહણ થવાના છે. તેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે. પ્રથમ સૂર્યગ્રહણ થયું છે. આ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થયું હતું, જે ભારતમાં દેખાતું ન હતું. હવે પ્રથમ સૂર્યગ્રહણ બાદ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે થશે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજ રોજ થઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 8.45 વાગ્યે શરૂ થશે અને 1 વાગ્યે પુર થશે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે પરંતુ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સુતક સમયગાળો રહેશે નહીં.
પ્રથમ ચંદ્રગ્રહણ ક્યાં જોવા મળશે
આ ઉપછાયા ચંદ્રગ્રહણ છે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડતો નથી, તેનો પડછાયો પૃથ્વી પર પડે છે, તેને છાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ગ્રહણ પહેલા ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે. આ પ્રક્રિયાને માલિન્યા કહેવામાં આવે છે. જે પછી ચંદ્ર પૃથ્વીના વાસ્તવિક પડછાયામાં પ્રવેશ કરે છે અને પછી ગ્રહણ થાય છે. ચંદ્રનો પડછાયો ખૂબ જ અસ્પષ્ટ દેખાય છે જે સામાન્ય રીતે જોઈ શકાતો નથી. આ ગ્રહણને જ છાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ કારણે આ ગ્રહણ દરેક જગ્યાએ જોવા મળશે નહીં. આ ચંદ્રગ્રહણ યુરોપ, મધ્ય એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોઈ શકાશે.
ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?
પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ પ્રક્રિયામાં એક સમય એવો આવે છે જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક જ રેખામાં આવે છે. આ દરમિયાન સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે છે, પરંતુ ચંદ્ર સુધી પહોંચતો નથી. આ ઘટનાને ખગોળીય ઘટના તરીકે ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500