જિલ્લામાં કોરોના રસીકરણ માટે વિવિધ સ્થળો પર રસીકરણ માટે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર શુક્રવારથી ૧૮થી ૪૫ ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે.
નવસારી અને જલાલપોર તાલુકાના અડદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચોવીસી ખાતે ગ્રામપંચાયત વિદ્યાલય, શહેરી આરોગ્ય કેન્દ્ર-૨, નવસારી નગરપાલિકા શાળા શાંતાદેવી રોડ નવસારી, શહેરી આરોગ્ય કેન્દ્ર-૩ ઘેલખડી સરદાર પટેલ સ્કુલ જલાલપોર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંડી, અબ્રામા અને સાગરા ખાતે રસીકરણ અભિયાન અંતર્ગત કોરોનાની રસી આપવાનું શરૂ કર્યું છે. જ્યા ૧૮થી ૪૫ વર્ષના રોજના ૨૦૦ જેટલા વ્યક્તિઓને કોવિડ શીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. જ્યારે ૪૫થી મોટી ઉંમરના વ્યક્તિને કો-વેક્સીન રસીનો બાકી રહેલ બીજો ડોઝ પણ આપવામાં આવી રહયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500