Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો : ગુજરાત સરકારએ તાત્કાલિક બોલાવી બેઠક

  • December 05, 2021 

ગાંધીનગરઃગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી ગઈ છે. મુખ્ય સચિવે તાત્કાલિક બેઠક બોલાવી હતી. આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ બેઠકમાં હાજર રહ્યા હતા. મુખ્ય સચિવના કાર્યાલય ખાતે બેઠક મળી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસે રાજ્યની તૈયારીઓ અંગે મુખ્ય સચિવએ સમીક્ષા કરી હતી. આગામી સમયમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને આરોગ્ય વિભાગ તરફથી આદેશ મળી શકે છે.


ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં ગુજરાતમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો. જોકે, આજે ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થતાં લોકો ચિંતિત થઈ ગયા છે. ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો છે. જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં જ તંત્ર હરકતમાં આવી ગયું છે અને તકેદારી માટેના તમામ પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે.


ઓમીક્રોન રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ જામનગર કલેકટર ડો.સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું છે.જ્યારથી આ વ્યક્તિ આવ્યા ત્યારથી જ તકેદારીના ભાગરૂપે ડેન્ટલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.તેના સંપર્કમાં આવેલ લોકોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા જે ને,ગેટીવ આવ્યા હતા. આજે ફરીથી તેમના રીપોર્ટ કરવામાં આવશે.હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે.કન્ટેમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના ઘર આજુબાજુ માઈક્રો કન્ટેમેન્ટ પણ સખ્તાઈથી કરવામાં આવશે.


જામનગરના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી દર્દી આવ્યો હતો. જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. હાલ તો દર્દીને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે તેમજ તેમના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ દર્દી જ્યાં રહેતા હતા ત્યાં સર્વેલન્સની ટીમ મોકલી દેવામાં આવી છે.આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ જાહેર થયા છે. જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં લોકોની ચિંતા વધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application