ભરૂચ મહંમદપુરા સ્થિત APMC માં વિશાળ આગ લાગતાં રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. રાષ્ટ્રીય કિસાન સંધનાં અરવિંદસિંહ રણાએ જણાવ્યુ હતું કે આ આગનો બનાવ ખૂબ રહસ્યમય છે. વરસતા વરસાદમાં આગ લાગતાં આ બનાવ વધુ રહસ્યમય બન્યો છે. જેમાં વેપારીઓને અને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ઘટના બાદ તાત્કાલિક કોઈ અધિકારી કે પદાધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી નથી. તા.17-8-2020 નાં રોજ APMC નાં વેપારીઓની બેઠક યોજાઇ હતી જેમાં આવનારા દિવસોમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી આ બનાવ અંગે તપાસ કરવા અંગે માંગણી કરવામાં આવી હતી. સમગ્ર પંથકમાં APMC માં લાગેલ આગનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ઘણા લોકોએ આ બનાવ અંગે શંકા કુશંકા વ્યકત કરી હતી. તે સાથેસાથે આ બનાવ કોઈ ષડયંત્રનો ભાગ હોય તેવી શંકા પણ વ્યકત કરવામાં આવી હતી. APMC મહંમદપુરા કોરોના મહામારી લોકડાઉનનાં સમયથી વિવાદમાં ધેરાયેલી રહી છે. જે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. ત્યારબાદ બંધ કરાયેલ APMC ફરી શરૂ કરવામાં આવી હતી તેના ગણતરીના સમયમાં આ આગનો બનાવ દુખદ માનવમાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application