કંગના રનૌત ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન ઇંદિરા ગાંધી પર ફિલ્મ બનાવી રહી છે. જેમાં તે મુખ્ય રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં ઇંદિરા ગાંધીનાં અંગત જીવન નહીં પરંતુ તેમણે લાદેલી ઇમરજન્સી પર આધારિત છે. આ ફિલ્મની રિલીઝ તારીખની ઘોષણા કંગનાએ હાલમાં કરી છે. કંગનાની ઇમરજન્સી પર આધારિત ફિલ્મ 24 નવેમ્બર 2023નાં થિયેટરોમા રિલીઝ થવાની છે. અભિનેત્રી આ ફિલ્મમાં મુખ્ય રોલ કરી રહી છે.
ઇંદિરા ગાંધીનાં સમાન લુક માટે તેણે પ્રોસ્થેટિક્સ મેક્પનો આધાર લીધો છે. કંગનાએ ઇમરજન્સી બાબતે વાત કરી હતી, કે ભારતનાં ઇતિહાસમાં આ એક ડાર્ક ચેપ્ટર તરીકે છે. તેથી મારી ઇચ્છા છે કે, આજની પેઢી પણ ઇમરજન્સી શું હતી, તે વખતે ભારતમાં લોકોની પરિસ્થિતિ કેવી હતી વગેરે વિશે જાણે. હું મારા ટેલન્ટેડ એકટરો સતીષ જી, અનુપમ જી, શ્રેયસ, મહિમા અને મિલિંદનો આભાર માનું છું. હું ભારતાનાં ઇતિહાસમાના આ એપિસોડને રૂપેરી પડદે ઉતારવા માટે રોમાંચિત છું.જય હિન્દ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500