Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દર્શકોને હસાવવા માટે દિવાળીમાં આવી રહી છે ફિલ્મ ખિચડી પંથુકિસ્તાન, ફરી એક વાર ફુલ કોમેડીના એડવેન્ચર માટે થઇ જાઓ તૈયાર

  • September 30, 2023 

નાના પડદાનો લોકપ્રિય શો ખિચડી આજે પણ દર્શકોમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ટીવી સિરિયલ ખીચડીથી પ્રેરિત ફિલ્મ ખીચડી પણ બની હતી. જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી. હવે 2010માં રિલીઝ થયેલી આ ફિલ્મના 13 વર્ષ બાદ ફિલ્મ ખીચડી-2 આવી રહી છે. આ ફિલ્મ સાથે પ્રફુલ્લની હંસા ફરી એકવાર ધૂમ મચાવવા જઇ રહી છે. હવે ફરી એક વાર ફુલ કોમેડીના એડવેન્ચર માટે થઇ જાઓ તૈયાર, કારણ કે પારેખ પરિવાર ફરી આવી રહ્યો છે પોતાના પરિવાર સાથે દર્શકોને હસાવવા માટે.જી હા, આ દિવાળીમાં તારીખ 17 નવેમ્બરના રોજ ફિલ્મ ખિચડી પંથુકિસ્તાન રિલીઝ થવાની છે. ફિલ્મ ખીચડી-2 આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.



ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં જ ફિલ્મનું એક મજેદાર ટીઝર શેર કર્યું છે. આ ટીઝર હિમાંશુના જોક્સ અને પારેખ પરિવારના ગુપ્ત મિશનની એક ઝલક જોવા મળી છે જેના માટે તેઓ બધા પંથુકિસ્તાનની મુસાફરી કરી રહ્યા છે. ટીઝરમાં હંસા અને બાબુજી વચ્ચેની ફની લડાઈ પણ બતાવવામાં આવી છે, જે હંમેશા વિષયની બહાર જાય છે. ફિલ્મના ફની ટીઝર પર ચાહકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કમેન્ટ કરી, "આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું" અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, "સરસ, પરંતુ ટાઇગર 3 સાથે ક્લેસ ટાળવા માટે બીજી તારીખ પસંદ કરવી જોઈએ. 'ખિચડી' એકમાત્ર ભારતીય સિટકોમ છે જે એક ફિલ્મ, વેબ સિરીઝ પણ બની છે. હવે આ ફિલ્મની એડવેન્ચર કોમેડી સિક્વલ આવશે. આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, જમનદાસ મજેઠિયા, અનંગ દેસાઈ અને રાજીવ મહેતા જોવા મળશે. મહત્વનું છે કે, આ દિવાળીમાં તારીખ 17 નવેમ્બરના રોજ ફિલ્મ ખિચડી પંથુકિસ્તાન રિલીઝ થવાની છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application