Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે બ્રહ્માકુમારી દ્વારા શિવરાત્રીનો ઉત્સવ ઉજવાયો

  • March 04, 2024 

વ્યારા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા 88મી શિવ જયંતી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારીના લાઈટ હાઉસ સેવા કેન્દ્ર પર કરવામાં આવ્યો જેમાં વ્યારા ના Dysp જાડેજા સાહેબ અને વ્યારા ભાજપના મહામંત્રી નિલેશભાઈએ પોતાનો અમૂલ્ય સમય ફાળવી પ્રોગ્રામાં હાજર રહ્યા, જેમના થકી શિવ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો,બારડોલી સેવા કેન્દ્રના સંચાલિકા બ્ર.કુ.  અરુણાબેન પણ હાજર રહ્યા હતા.વ્યારાના સંચાલિકા બ્ર.કુ. દીપાબેને મહેમાનોનું ફૂલો,બેજ તથા શબ્દોથી સ્વાગત કર્યું અને વિદ્યાલયનો પરિચય આપતા કહ્યું આ વિદ્યાલય 88 વર્ષોથી માનવ જીવનમાં મૂલ્યો સ્થાપિત કરવાનું કાર્ય કરી રહું છું.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો

બ્ર.કુ.અરુણાબેને શિવરાત્રી નું રહસ્ય સમજાવતા કહ્યું પરમ પિતા પરમાત્મા શિવ વર્તમાન ધર્મગ્લાનિના સમયે કલયુગી સૃષ્ટિ-અજ્ઞાન અંધકારને પરિવર્તન કરી સતયુગી સૃષ્ટિ જ્ઞાનપ્રકાશ લાવવાનું કાર્ય કરી રહી છે.તેને ઓળખી આપણે પોતાના જીવનમાં દિવ્યતા લાવીએ, શિવ સાથે સંબંધ જોડી શક્તિ પ્રાપ્ત કરીએ.વ્યારા ભાજપના મહામંત્રી નિલેશભાઈ કહ્યું વિદ્યાલય દ્વારા અપાતું જ્ઞાન શ્રેષ્ઠ જ્ઞાન છે જેને સમજી જીવનમાં ધારણ કરવું જોઈએ.ત્યારબાદ સારંગભાઈ અને સુશીલભાઈ દ્વારા શિવ સ્મૃતિ અપાવતા ગીત સંગીત સંધ્યાનો કાર્યક્રમ રહ્યો હતા.આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application