મનિષા એસ.સુર્યવંશી/ વ્યારા : વ્યારા સહિત જિલ્લાભરમાં સોમવારે સાંજે હોળીકા દહનના મુહૂર્તને ધ્યાનમાં રાખીને હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળી દહનને લઈને હિન્દુ શાસ્ત્રમાં અનેક માન્યતાઓ છે. વર્ષોથી આ પરંપરા આજે પણ ચાલી રહી છે.
વ્યારામાં માલીવાડ સહિતના વિસ્તારોમાં હોલિકા દહનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભૂદેવની હાજરીમાં વિધિવત રીતે હોલિકા દહન કરવામાં આવી હતી. દર વર્ષે તાપી જિલ્લાના વ્યારા,સોનગઢ સહિત સાતેય તાલુકા ના અલગ અલગ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકોએ વિધિવત રીતે હોલિકા દહન દરમિયાન પૂજા કરી હતી. હિન્દુ શાસ્ત્રમાં હોલિકા દહન વખતેની પૂજાનું એક અલગ જ મહત્વ આલેખવામાં આવ્યો છે. હોળી દહન સમયે લોકો પરંપરાગત રીતે જે ધાન્ય હોય છે તે ચડાવતા હોય છે. ખાસ કરીને એવી પરંપરા છે કે, ખેતરમાં જે નવું અનાજ થતું હોય છે. તે હોલિકા માતાને ચઢાવવામાં આવે છે. ધાણી, ખજૂર સહિતની વસ્તુઓ પણ સવિશેષ રીતે લોકો પ્રસાદી સ્વરૂપે ચડાવતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application