Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતની તમામ ટેકનિકલ કોલેજો-યુનિવર્સિટીની ફી આ વર્ષે વધશે નહીં

  • September 10, 2022 

90 ટકાના મતે 602 ખાનગી ટેકનિકલ કોલેજો પહેલાથી જ કોરોનાની સ્થિતિ અને ખાલી બેઠકો સહિતના વિવિધ કારણોસર ફી ન વધારવા સંમત થઈ હતી,પરંતુ 34 કોલેજ-યુનિવર્સિટીઓ એવી હતી જે ફી કમિટીના ફી ન વધારવાના નિર્ણય સાથે સહમત ન હતી અને જેમાંથી 19 કોલેજોએ 5% કરતા ઓછી અને 11 કોલેજોએ 5% કરતા વધુ ફી વધારાની માંગણી કરી હતી. જ્યારે ચાર નવી કોલેજોએ વધુ ફીની માંગણી કરી હતી, જે શરૂઆતમાં નક્કી કરાયેલી ફીના દાયરામાં ન હતી. જોકે,ખાસ પરિસ્થિતિને ધ્યાને લઈ આખરે ફી કમિટીએ બાકીની તમામ કોલેજોની ફી યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.





આ રીતે આ વર્ષે રાજ્યની તમામ 634 કોલેજોની ફીમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. એમસીએ, આર્કિટેક્ચર,એમઈ,એમ.ફાર્મ સહિતના વિવિધ ટેકનો-પ્રોફેશનલ અભ્યાસક્રમો માટેની ખાનગી ટેકનિકલ કોલેજો-યુનિવર્સિટીઓની દર ત્રણ વર્ષે નવી ફી રાજ્ય સરકારની ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે.આખરે 2019 સુધી ત્રણ વર્ષની ફી માળખું- 20 તે પછી ત્રણ વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 માટે નવું ફી માળખું નક્કી કરવાનું હતું,પરંતુ 2020માં દેશમાં કોરોના રોગચાળો શરૂ થયા બાદ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઓનલાઈન શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં વર્ષ વીતી ગયા બાદ બાકીના એક વર્ષ 2022-23 માટે ફી કમિટીએ નિયમ મુજબ કોલેજો પાસેથી ફી નિર્ધારણની દરખાસ્ત મંગાવવાની પ્રક્રિયાને અનુસરવાની હતી. અગાઉની જૂની 588 કોલેજો બાદ છેલ્લા બે વર્ષમાં 48 નવી કોલેજો સહિત વિવિધ અભ્યાસક્રમોની કુલ 636 ટેકનિકલ કોલેજ-યુનિવર્સિટીઓ ચાલુ વર્ષ 2022-23 માટે ફી નિર્ધારણ ફી કમિટી દ્વારા નક્કી કરવામાં આવનાર હતી. ફી વધારાને સમર્થન આપ્યું નથી.





10 સંસ્થાઓએ ફી ઘટાડવાની માંગ કરી હતી અને 171 કોલેજોએ ત્રણ વર્ષના પ્રસ્તાવમાં ફી યથાવત રાખવાની માંગ કરી હતી. નવી સ્થપાયેલી કોલેજોમાં 44 કોલેજોએ ફી યથાવત રાખવાની તરફેણ કરી હતી. જ્યારે 34 કોલેજોમાં ચાર નવી અને 30 જૂની કોલેજોનો સમાવેશ થાય છે જેમણે ફી વધારાની માંગ કરી હતી,11 કોલેજોએ પાંચ ટકાથી વધુ ફી વધારાની માંગ કરી હતી અને 19 કોલેજોએ પાંચ ટકાથી ઓછા ફી વધારાની માંગ કરી હતી. ચાર કોલેજો નવી હતી અને નિયત પ્રારંભિક ફી સામે વાંધો ઉઠાવ્યો હતો. આમ 34 કોલેજો સહમત ન થતાં ફી કમિટીએ સંસ્થાઓના મેનેજમેન્ટ સાથે અનેક બેઠકો યોજીને તેમને સમજાવ્યા હતા, પરંતુ ઘણી કોલેજો જે સંમત ન હતી,તેમના હિસાબો CA દ્વારા SOP મુજબ તપાસવામાં આવ્યા હતા અને કમિટીએ કોલેજોને જણાવ્યું હતું કે ફી વધારી શકાતી નથી. આખરે 34 ફી કમિટીએ કોલેજ-યુનિવર્સિટીઓને ચાલુ વર્ષનો ફી વધારો આપ્યો નથી. ફી કમિટી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે.









લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application