Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Republic Day : બીએસએફની મહિલા સૈનિકોએ મોટરસાયકલ પર બતાવ્યા કરતબ

  • January 27, 2022 

ગણતંત્ર દિવસ નિમિત્તે આજે યોજાયેલી પરેડ દરમિયાન બીએસએફની મહિલા શક્તિએ લોકોના દિલ જીતી લીધા હતા. સામાન્ય રીતે પરેડ દરમિયાન બુલેટ પર જવાનો કરતબ બતાવતા હોય છે ત્યારે આજે બીએસએફની મહિલા સૈનિકોની બુલેટ ટીમને પણ પરેડમાં સામેલ કરવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સની સીમા ભવાની તરીકે ઓળખાતી મહિલાઓની બુલેટ ટીમે રાજપથ પર જાત જાતના કરતબ બતાવીને હાજર લોકોને દંગ કરી દીધા હતા. આ દરમિયાન બુલેટ પર એક સાથે ચાલીસ જેટલી મહિલા સૈનિકોએ પિરામીડ પણ બનાવ્યો હતો. જે પ્રકારે બીએસએફના પુરષ સૈનિકો મોટર સાયકલ પર કરતબ બતાવતા હોય છે તેવા જ કરતબ આ મહિલા સૈનિકોએ પણ બતાવ્યા હતા અને નારી શક્તિની અદભૂત મિસાલ રજૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application