Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીની આઘાતજનક ઘટના : પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને હત્યા કરનાર પિતાએ હરિદ્વાર જઈને આત્મહત્યા કરી લીધી

  • May 18, 2024 

દેશની રાજધાની દિલ્હીના કેશવપુરમમાં પિતાએ પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને હત્યા કરીને હરિદ્વાર જઈને આત્મહત્યા કરી લીધી. હરિદ્વાર પોલીસે અંતિમ સંસ્કાર કર્યા કારણ કે મૃતદેહ દાવા વગરનો હતો. પોલીસનું કહેવું છે કે મૃતકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ કેશવપુરમ રામપુરાસૈની ગલીમાં રહેતા મનીષ નામના વ્યક્તિએ તેના 11 વર્ષના પુત્ર અને 13 વર્ષની પુત્રીની હત્યા કરી નાખી હતી. મનીષ કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેણે તેની દુકાનમાં જ તેના પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા બાદમાં તે ફરાર થઈ ગયો હતો.આ ઘટનાના 13 દિવસ બાદ હરિદ્વાર પોલીસ તરફથી પોલીસને સમાચાર મળ્યા કે મનીષે ગંગામાં ડૂબીને આત્મહત્યા કરી લીધી છે.


આ પછી કેશવપુરમ પોલીસે મનીષનાપરિવારજનોને આ ઘટનાની જાણ કરી છે.પોલીસનું કહેવું છે કે જ્યારે મનીષેહરિદ્વારમાં આત્મહત્યા કરી હતી, ત્યાર બાદ તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ મૃતદેહ ની ઓળખ થઈ શકે તેમ ન હોવાથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોલીસ તપાસમાંબંને બાળકોના શરીર પર હળવી ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પિતા પોતે બપોરે બંને બાળકોને શાળાએથી લઈ આવ્યા હતા. આ પછી સાંજે 7 વાગ્યે બંનેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ અને આસપાસના લોકો બંને બાળકોને દીપચંદ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા પોલીસ દ્વારા આ ઘટનામાં હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application