સુરતના લિંબાયત વિસ્તારમાં શનિવારે સવારે ત્રણ માસની પુત્રીને રમાડી રહેલા પિતાએ તેણીને હાથમાંથી ઉછાળતાની સાથે છતના ચાલુ પંખાની પાંખ માસૂમના માથામાં વાગતા થયેલી ગંભીર ઇજાને લીધે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા અરેરાટી વ્યાપી છે.
મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે ખાનપુરામાં રહેતા મસરૂદ્દીન શાહને સંતાનમાં ત્રણ બાળક છે. શનિવારે સવારે મસરૂદ્દીન તેની સૌથી નાની પુત્રી જોયા (ઉં. 3 માસ)ને ઘરમાં રમાડી રહ્યો હતો. તે સમયે જોયાને વહાલ કરવા સાથે રમાડી રહેલા મસરૂદ્દીને તેણીને અચાનક ઉછાળી હતી, જેમાં છતના ચાલુ પંખાની પાંખની ધાર માથામાં વાગતા માસૂમ જોયા ત્યાંજ ફસડાઈ પડી હતી.પુત્રીને માથામાં થયેલી ગંભીર ઇજા જોઈ માતા-પિતા સહિતના પરિવારના સભ્યોએ રડારોળ કરી મૂકી હતી. જોયાને ગંભીર હાલતમાં સ્મીમેર બાદ ખાનગી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે, ટૂંકી સારવાર દરમિયાન રવિવારે જોયા મોતને ભેટી હતી. લાડકવાડી પુત્રીના અકાળે મોતથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. બનાવ અંગે લિંબાયત પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application