નવસારી પાસે ના ગામ માંથી એક ત્રાહિત વ્યક્તિએ 181મહિલા હેલ્પ લાઇન મા કોલ કરી સાતમા ધોરણ મા અભ્યાસ કરતી દિકરીને શાળામાં મોકલતાં નથી અને હવે આગળ અભ્યાસ છોડાવી દીધેલ છે જેમાં મદદ કરવા જણાવતાં અભયમ ટીમ નવસારી સ્થળ પર જઇ પિતાનું અસરકારક કાઉન્સિલગ કરી દીકરીને ફરીથી અભ્યાસ કરાવવા સંમત કરવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ બાળકી સાત મા ધોરણમા અભ્યાસ કરે છે અને તેને બીજા ત્રણ ભાઈ બહેન પણ હતા જે બાળક થી નાના હતા.માતા-પિતા વચ્ચે થોડા સમય થી ઝગડાઓ થતા હતા.ઝગડાનું પ્રમાણ વધી જતા તેની માતા તેના પિયર માં રહેતા હતા, પિતા કલર કામ કરતા હોવાથી તે તેમના ધંધાનું સાચવવાતા તેમજ ઘરે બાળકો સાચવવા વાળુ કોઇ ના હોવાથી પિતા ધોરણ સાતમા અભ્યાસ કરતી દિકરી ને બીજા ત્રણ ભાઈબહેનો ને સાચવવા ઘરે રાખતા આ કારણે તેને સ્કૂલમાં મોકલાવતા ન હતા. દરેક બાબતો ને ધ્યાનમાં લઈ બાળકીના પિતા નું અસરકારક કાઉન્સિલગ કરતા પતિ-પત્નિના ઝગડા ના કરણે બાળકોના ભવિષ્ય ના બગાડાય અને એને અત્યારે સ્કૂલમા ના મોકલવશો તો એનો ઘણો અભ્યાસક્રમ બગડશે એના કરણે સ્કૂલમા એનુ આખું વર્ષ પણ બગડી શકે. આમ પિતાને સમજાવતા તેઓ અભયમ સાથે સંમત થયાં હતાં પોતાની ભુલ સ્વીકારી માફી માગેલ અને દિકરી નો અભ્યાસ ફરીથી શરૂ કરાવે.આ ઉપરાંત પત્નિ સાથે સમાધાન કરવામાં કોઈ મદદ ની જરૂર હોય તો અભયમ મધ્યસ્થી કરશે તેમ જણાવતા તેઓ સંમત થયા હતા..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application