Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પિતાએ ઠપકો આપતા પુત્રએ ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો

  • January 02, 2024 

વડોદરાનાં ડભોઇ તાલુકાનાં માવલી ગામમાં રહેતા 27 વર્ષનો જયેશ રાઠોડિયા કોઈ કામ ધંધો કરતો ન હોવાથી તેના પિતા વલ્લભભાઈએ ઠપકો આપ્યો હતો અને કામ કરવા અથવા નોકરી પર જવા માટેનું કહેતા જયેશને મનમાં લાગી આવ્યું હતું. જોકે ગત તારીખ તારીખ 31ની સાંજે તે કોઈને પણ કહ્યા વગર ઘેરથી નીકળી ગયો હતો અને કુંવારવાળા જવાના રસ્તે સ્મશાન પાસેની જમીનમાં ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા બાદ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે ડભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application