Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કતારગામમાં કારખાનેદાર પાસેથી ૭૫ લાખનો ચણીયાચોળી-લેંઘાનો માલ ખરીદ્યા બાદ બોમ્બે માર્કેટના કાતરીયા પિતા-પુત્રનું ઉઠમણું

  • November 20, 2021 

કતારગામ પોલીસના જણાવ્યા મુજબ ઉત્રાણગામ પ્લેટીયમ હાઈટ્સમાં રહેતા રાજેશભાઈ ધરમશીભાઈ ડોબરીયા (ઉ,.વ.૪૩) કતારગામમાં નવી જી્આઈડીસીમાં ખાતા નં-૩૬૯ના બીજા માળે ભાડેથી રાખી એમ્બ્રોઈડરી જોબવર્ક કરી માર્કેટમાંથી કાપડનો માલ લાવી ચણીયાચોળી તૈયાર કરી માર્કેટમાં વેચાણ કરી વેપાર ધંધો કરે છે. રાજેશભાઈનો માર્કેટમાં અવાર નવાર ધંધા માટે જતા હોવાથી તેમની અઢી વર્ષ પહેલા કાપડ દલાલ હિમાંશુ  નટવરલાલ શનીશ્વરા (રહે, વૈષ્ણદેવી એપાર્ટમેન્ટ જહાંગીરપુરા) સાથે પરિચય થયો હતો.


હિમાંશુએ ચણીયાચોળી વેચાણ કરી વેપારીઓ પાસેથી પેમેન્ટ પણ લાવી આપવાની વાત કરી શરુઆતમાં માલ વેચાણ કરી સમયસર પેમેન્ટ પણ આપી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ જુલાઈમાં હિમાંશુ તેની સાથે અક્ષિતકુમાર ભરત કાતરીયા અને તેના પિતા ભરત કાતરીયા (રહે જુની બોમ્બે માર્કેટ તથા પુણગામ સીતાનગર ચોકડી લક્ષ્મીનગર સોસાયટી)ïને લઈને આવ્યો હતો તેઓ બોમ્બે માર્કેટમાં  દુર્ગા એન.એક્ષ નામે ચણીયા ચોળીનો ધંધો કરતા હોવાનુ કહી સમયસર પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ આપી ગત તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૧૯થી ૨૪ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ૨૪ બિલો ચલણોથી કુલ રૂપિયા ૭૫,૦૬,૮૨૮નો ચણીયાચોળીનો અને લેîઘાનો માલ ખરીદ્યો હતો નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા રાજેશભાઈએ ઉઘરાણી કરતા શરુઆતમાં ખોટા વાયદાઓ આપી સમય પસાર કયા બાદ દુકાન બંધ કરી નાસી ગયા હતા. કાતરીયા પિતા-પુત્રના ઉઠમણામાં રાજેશભાઈ ડોબરીયાની સાથે અન્ય વેપારીઓના પણ નાણા ફસાયા છે પોલીસે રાજેશભાઈની ફરિયાદ લઈ કાતરીયા પિતા-પુત્ર અને દલાલ હિમાંશુ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application