Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિવડયાવનનાં ખેડુતોએ ડાંગ આખાને તરબૂચની ખેતી માટે પ્રોત્સાહિત કર્યા

  • April 17, 2023 

લગભગ એક દસક પહેલા દિવડયાવનનાં ખેડુતોએ અપનાવેલી મધમીઠા તરબૂચની ખેતી, આજે ડાંગનાં સીમાડા ઓળંગીને પાડોશીતાપી તથા નવસારી જિલ્લાનાં ખેડુતોના ખેતરો સુધી વિસ્તરી ચૂકી છે. ભારત સરકારની રાષ્ટ્રીય કૃષી વિકાસ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં સંભવત: પ્રથમ લાભાર્થી તરીકે દિવડયાવન ગામના મહેનતકશ ખેડુત મધુભાઈ ગાવીતે સને ર૦૧૧/૧રમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ અને તજજ્ઞોના માર્ગદર્શન તળે તરબૂચની ખેતી તરફ સાહસિક તરફ કદમ માંડયુ. ત્યારથી લઈને આજ દિન સુધી તેમણે પાછુ વળીને જોયુ નથી. એટલુ જ નહી તેમની સફળતા જોઈને આખુ દિવડયાવન અને આસપાસનાં ખાતળ, માછળી, ભાલખેત, ચિકાર જેવા ગામોએ પણ તરબૂચની ખેતી અપનાવી અને સફળ પણ થયા છે.






આ યોજના હેઠળ ડ્રીપ ઈંરીગેશનની સિસ્ટમ સાથે મલ્ચિંગ માટેના સાધનો અને તરબૂચનું બિયારણ સો ટકા સહાયથી જિલ્લાનાં ખેડુતોને આપવામાં આવ્યુ છે, તેમ જણાવતા વઘઇ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞ ડો.હર્ષદ પ્રજાપતિએ પ૦ ટકા પાણીની બચત સાથે નિંદામણ જેવા ખેતીખર્ચમાં પણ ખૂબ મોટી બચત થાય છે તેમ જણાવ્યુ હતુ. પુર્ણા નદીનાં પટમાં આવેલા આ ગામોમાં તરબૂચનાં રોકડીયા પાકને કારણે ખેડુતોનાં જીવન ધોરણમાં ખાસ્સો એવો બદલાવ આવ્યો છે તેમ જણાવતા મધુભાઈ ગાવિતે ડાંગ ઉપરાંત તાપી, નવસારી, સુરત જેવા જિલ્લાનાં  વેપારઓ, ખેડુતોના ખેતરે આવીને તેમનો પાક ખરીદી જાય છે તેમ કહયુ હતુ.






ટનના ૧ર૦૦થી ૧૬૦૦ રૂપિયા સુધીના ભાવે દિવડયાવન તથા આસપાસનાં ગામોના તરબૂચ વેચાઈ રહયા છે તેમ પણ તેમણે હોંશભેર જણાવ્યુ હતુ. શરૂઆતમાં કે.વી.કે. દ્વારા ડ્રીપ ઈરીગેશનની સિસ્ટમ સો ટકા સહાય સાથે લાભાર્થી ખેડુતોને આપવામાં આવી હતી ત્યારે તેના લેવાલ ખૂબ જ મર્યાદિત હતા તેમ જણાવતા અન્ય એક લાભાર્થી ખેડુત જીતેશ ગાવિતે કહયુ હતુ કે, હવે આગાખાન જેવી સંસ્થાના આર્થિક સહયોગ સાથે ડ્રીપ ઈરીગેશનનો લાભ લેવા માટે ખેડુતોની કતાર લાગી રહી છે. ઉલ્લેખનિય છે કે, સને ર૦૦૭થી અમલી આ RKVY યોજના શરૂઆતમાં સો ટકા કેન્દ્રિય સહાય હેઠળ ચલાવવામાં આવી હતી.






ત્યારબાદ સને ર૦૧પ/૧૬થી કેન્દ્ર અને રાજય સરકારના ૬૦:૪૦ ફાળાના ધોરણે ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત દરેક રાજયનો તેની જરૂરીયાત, પ્રાથમિકતાઓ અને જલવાયુના હિસાબે કાર્યક્રમોની પસંદગી કરે છે. તેમ જણાવતા કે.વી.કે.ના કૃષિ વૈજ્ઞાનિક ડો.હર્ષદ પ્રજાપતિએ પાક નિદર્શન અને તજજ્ઞોના માર્ગદર્શનને કારણે ડાંગના ઘણા ખેડૂતો તરબૂચની ખેતી તરફ વળ્યા છે તેમ જણાવી,જિલ્લામાં તરબૂચ પાકનું ઉત્પાદન અને વાવેતર વિસ્તાર વધારવાનો પ્રયાસ અહી સો ટકા સફળ થયો છે તેમ જણાવ્યુ હતું. કૃષિ, કૃષિ ઉત્પાદન અને કૃષકોનાં વિકાસને કેન્દ્રમાં રાખી આ યોજનાનું સફળ અમલીકરણ, ડાંગ જિલ્લાના ખેડુતોતથા તેમના ખેતરોનો કાપાકલ્પ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application