તાપીનાં ડોલવણ તાલુકાનાં વિસ્તારનાં ખેડૂતોએ મોટી સંખ્યામાં તાપી જિલ્લા સેવા સદન ખાતે એકત્રિત થઈ જિલ્લા કલેકટર સમક્ષ જમીન સંપાદન માપણી સહિતની કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, બેડચીત અને વાંકલા ગામના ખેડૂત ખાતેદારોની તારીખ 19/10/2022, તારીખ 03/11/2022 અને તારીખ 22/03/2023ની વાંધા અરજીમાં જણાવ્યા મુજબ સૂચિત નવા ચાર માર્ગીય દાહોદ, બોડેલી, નેત્રંગ, વાંસદા, વાપી સુધીના જુના નેશનલ હાઇવે નંબર-56 કે જે હાલ બેડચીત અને વાંકલા ગામમાંથી પસાર થાય છે જેને ચાર માર્ગે રસ્તો કરવા માટે નકશામાં બતાવ્યા મુજબ પસાર થશે તો બંને ગામના ખેડૂત ખાતેદારોની નવી ખેતીની જમીન સંપાદન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, જે અયોગ્ય અને બંને ગામના ખેડૂત ખાતેદારોને મોટાપાયે નુકસાનકારક છે જેના માટે વાંધા અરજી કરીને બેડચીત અને વાંકલા ગામ વચ્ચે નકશામાં બતાવ્યા મુજબ સૂચિત(નવા) નેશનલ હાઇવે નંબર 56 માટે નવી ખેતીની જમીન સંપાદન કરવાની કાર્યવાહી રદ કરવામાં આવે.
તારીખ 09/09/2023ના રોજ બેડચીત ગામના તથા તારીખ 19/09/2023 અને તારીખ 11/09/2023ના રોજ વાંકલા ગામના ખેડૂતોને માપણી માટે તારીખો નક્કી કરવામાં આવી હતી.
નેશનલ હાઇવે ઓથોરિટી અને પ્રાંત અધિકારીએ સમગ્ર તાપી જિલ્લાના ખેડૂત ખાતેદારો સાથે તારીખ 02/05/2023ના રોજ સુનવણી રાખી હતી જેમાં ખેડૂત ખાતેદારોની માંગણી જવાબદારો સાંભળે તેવી આશા હતી. પરંતુ ખેડૂતોની માંગણી નેશનલ હાઈવે ઓથોરિટીએ સ્વીકારી ન હતી અને ખેડૂત ખાતેદારો વતી 10થી 15 ખેડૂત આગેવાનોને પ્રતિનિધિ તરીકે ઓફિસમાં બોલાવીને ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે તારીખ 02/05/2023ના રોજ કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો અને ફરીથી સુનવણી માટે ખેડૂત ખાતેદારોને બોલાવવામાં આવ્યા નથી. ત્યારબાદ તારીખ 09/09/2023ના રોજ બેડચીત ગામના તથા તારીખ 19/09/2023 અને તારીખ 11/09/2023ના રોજ વાંકલા ગામના ખેડૂતોને માપણી માટે તારીખો નક્કી કરવામાં આવી હતી.
ખેડૂતોને કોઈ વાંધો નથી પરંતુ નવેસરથી જમીન સંપાદન નવા માર્ગ માટે કરશો નહીં.
માપણીની તારીખો નક્કી થયેલી હોવા છતાં તારીખ 01/09/2023ના રોજ ખેડૂતોએ અગાઉથી જાણ કર્યા વગર કોઈપણ કારણ વગર પોલીસ ફોર્સને લઈ માપણી માટે સરકારી અધિકારીઓ આવી ગયા હતા. જેનો સમગ્ર ખેડૂત ખાતેદારોએ સખત વિરોધ કરે છે. બેડચીત અને વાંકલા ગામે સ્થળ પર આવીને પ્રાંત અધિકારીએ ખેડૂતોને જણાવ્યું કે, બે દિવસ બાદ માપણીની કામગીરી કરવામાં આવશે, જેની સામે ખેડૂતોને સખત વાંધો છે. વાંધા અરજીમાં જણાવ્યા મુજબ જુના હયાત નેશનલ હાઇવે નંબર-56 ને જ બંને બાજુએ વિસ્તરણ કરી સૂચિત(નવો) ચાર માર્ગે રસ્તો બનાવવામાં આવે તો ખેડૂતોને કોઈ વાંધો નથી પરંતુ નવેસરથી જમીન સંપાદન નવા માર્ગ માટે કરશો નહીં. જે મુદ્દે યોગ્ય ન્યાય મળે તેવી ધારદાર રજૂઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500