ઉચ્છલનાં વડગામ ગામનું ધારેશ્વર મહાદેવનું પ્રસિધ્ધ મંદિર દર્શનાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ધારેશ્વર મહાદેવનાં દર્શન માત્રથી ધારેલુ કામ સફળ થતું હોવાની સ્થાનિકો અને દર્શનાર્થીઓમાં આ મંદિર માટે શ્રધ્ધા છે.
તાપી જીલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર ધારેશ્વરનાં જંગલોમાં એક સમયે તાપી નદી તટનાં જૂના વડગામમાં આવ્યું હતું. આ ધારેશ્વર મહાદેવનું હજારો વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર જોકે ૧૯૭૨ની સાલમાં ઉકાઈ જળાશયનું નિર્માણ થતાં આ પ્રાચીન મંદિરે જળસમાધિ લેતાં વડગામમાં આ મહાદેવનાં શિવલિંગ સ્થાપિત કરાયું હતું ત્યારથી ધીમે ધીમે દરવર્ષે અહીં દર્શનાર્થીઓમાં સતત વધારો થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી દર્શનાર્થીઓ ધારેશ્વર મહાદેવનાં દર્શને આવતાં હોય છે.
ધારેશ્વર મહાદેવ મંદિર તાપી જિલ્લાના ઉચ્છલથી ૩૦ કિલોમીટર દૂર આવેલું છે. ઉચ્છલ નિઝર હાઈવે પર ગવાણ ગામની નજીક આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું ભક્તિધામ છે. જૂની શૈલીનું આ મંદિર ભવ્ય ઇતિહાસ ધરાવે છે. સ્કંધપુરાણની કથા અનુસાર યુધિષ્ઠિરે મૂળ શિવલિંગની જગ્યાએ અસધારા તપ કર્યું હતું. જેનાથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને જલધારા આપી જેનાથી યુધિષ્ઠિરનું શરીર વજ્ર સમાન બની ગયું. બાદમાં યુધિષ્ઠિરે મહાદેવને અહીંથી ન જવા માટે વિનંતી કરી હતી. ધારેશ્વર મહાદેવના દર્શન કરવાથી વ્યાધિ અને અલ્પમૃત્યુ ટળે છે એવું માનવામાં આવે છે. તેમજ ઉચ્છલનું આ ધારેશ્વર મહાદેવ મંદિર ખાસ કરીને સ્થાનિક આદિવાસીઓ માટે પણ વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બની રહ્યુ છે.
મહાશિવરાત્રી નિમિતે વિશેષ પૂજાનું આયોજન કરાયું
મહાશિવરાત્રી નિમિતે અહી વિશેષ પૂજાનું આયોજના કરવામાં આવ્યું છે,રાત્રીના ૧૦ વાગેથી બીજા દિવસે સવારે ૭ વાગ્યા સુધી વિશેષ પૂજા (અભિષેક)નું આયોજન કરવામાં આવ્યો છે, અહી વિશેષ પૂજા અને અભિષેકમાં મુકાયેલા અંદાજીત ૨૭ હજાર જેટલા રૂદ્રાક્ષ માંથી અહી આવનાર દરેક દર્શનાર્થીઓને ૧-૧ રૂદ્રાક્ષ આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500