Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રેમલગ્ન કરતા યુવકનાં પરિવારજનોએ યુવતીનાં માતા-પિતાને ગાળો બોલી યુવતીનાં પિતાને લોખંડની પાઇપ અને બેઝબોલના દંડાથી માર માર્યો

  • July 14, 2024 

અમદાવાદનાં કૃષ્ણનગરમાં યુવતીએ પાડોશી યુવક સાથે પ્રેમલગ્ન કરતા બંને પરિવારો વચ્ચે તકરાર ચાલતી હતી. ત્યારે યુવકનાં પરિવારજનોએ યુવતીના માતા-પિતાને ગાળો બોલીને યુવતીના પિતાને લોખંડની પાઇપ અને બેઝબોલના દંડાથી માર માર્યો હતા. પ્રેમલગ્ન અંગે વાત કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવતીનાં પિતાને ચાર શખ્સો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઠક્કરનગરમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવી ધંધો કરતા યુવકની તેમની પુત્રી પાડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ થતા વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ બંને પરિવારો વચ્ચે તેને લઇને તકરાર થતી હતી. ગત તારીખ 11ના રોજ સાંજના સમયે યુવતીના પિતા દુકાને હતા. તે સમયે પડોશી શખ્સ આવ્યો હતો અને ફરિયાદીની પત્નીને તમે કેમ પુત્રીના પ્રેમલગ્નને લઇને ઝઘડો કરો છો કહીને ગાળો બોલીને તકરાર કરી હતી.


જેથી ઠપકો આપતા  ઉશ્કેરાઇને મારા મારી કરી હતી. દરમિયાન દંપતિ સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી હતી. એટલું જ નહી તમામે ભેગા મળીને લોખંડની પાઇપ અને બેઝબોલના દંડાથી ફરિયાદી ઉપર હુમલો કરીને લોહી લુહાણ કર્યો હતા અને પ્રેમલગ્ન અંગે કઇ કહેવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બુમાબુમ થતા આસપાસના લોકોએ આવીને દંપતિને છોડાવ્યું હતું અને ઇજાગ્રસ્ત યુવક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application