Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોનો બદલી કેમ્પ યોજાયો

  • July 28, 2023 

ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા અન્ય જિલ્લાઓના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી કેમ્પ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવા ખાતે યોજાઇ ગયો. આ કેમ્પમાં ધોરણ ૧થી ૫માં ૫૯, અને ધોરણ ૬થી ૮માં ભાષામાં ૨૮, ગણિત વિજ્ઞાનમાં ૨૪, અને સામાજિક વિજ્ઞાનમાં ૧૮ મળી કુલ ૧૨૯ શિક્ષકોને કેમ્પમાં સ્થળ પસંદગી કરી બદલી ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ બદલી કેમ્પમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષએ ઉપસ્થિત રહી, જિલ્લા ફેરથી આવનાર શિક્ષકોને મોટીવેશનલ ઉદબોધન કરી, ઓર્ડરનું વિતરણ કર્યું હતું. આ અવસરે ડાયટ પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણાધિકારી, બંને સંઘોના અધ્યક્ષ અને પ્રમુખ, મહામંત્રીઓ તથા હોદ્દેદારો, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, કેળવણી નિરીક્ષકો, ઉપરાંત અન્ય સ્ટાફે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application