તાજેતરમાં ડોલવણ તાલુકાના છેવાડાના આમોનિયા ગામના ત્રણ અપંગ બાળકોના આધારકાર્ડ ન હોવાને કારણે સરકારી લાભ લેવામાં મુશ્કેલી અનુભવાતા હતા.
આ બાબતે આધાર નોંધણી માટે નાયબ મામલતદાર વિરલભાઇ પટેલને ધ્વનિ સંદેશો મળતા તાત્કાલિક ધોરણે આઈ.સી.ડી.એસ.વ્યારા ઘટક-૨ (ડોલવણ)ના આધાર ઓપરેટર રાહુલભાઈ ચૌધરી આંગણવાડી અને પ્રા.શાળાની મુલાકાત લઈ તેમણે પરિમલ અર્જુનભાઈ કોંકણી - ઉ.વ. ૧૪, એલ્વીન અમૃતભાઈ કોંકણી - ઉ.વ. ૧૬, રક્ષાબેન વિજયભાઈ કોંકણી - ઉ.વ. ૧૪ ની આધાર નોંધણી કરવામાં આવી હતી. મંદબુધ્ધિ તેમજ અપંગ બાળકો ધમાલ કરતા હોવાથી ૧ બાળકનો દોઢ કલાકના સતત પ્રયત્નો બાદ આધાર નોંધણી કરવામાં સફળતા મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application