Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને જાનથી મારી નાંખવાની ધમકી આપી, યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

  • December 13, 2023 

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની યુવતી પોતાના ફિયાન્સી સાથે રહેતી હતી અનગઢ ગામે આવેલા મેલડી માતાના મંદિર દર્શન કરવા ગઇ હતી. ત્યાં પૂર્વ પ્રેમી યુવતી સાથે આવ્યો હતો અને તુ મારી સાથે કેમ વાત કરતી નથી તુ મારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે જો તુ મારી સાથે લગ્ન નહી કરી કરે તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી જેથી યુવતીએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના એક ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, હુ માતા માતા-પી તા સાથે રહુ છુ અને ઘરકામ કરુ છુ. આથી થોડા સમય પહેલા ભણીયાર ગામ નવીનગરી તા.વાઘોડીયા જી. વડોદરા ખાતે રહેતા દક્ષેસકુમાર અમરસિંહ ચૌહાણના સાથે પ્રેમ સબંધ હતો.



ત્યારબાદ આજથી પાંચ મહીના પહેલા મારી સગાઈ પાદરા ખાતે રહેતા યુવક સાથે થઇ ગઇ હતી. તા.10/12/2023ના રોજ હુ થતા મારી સગાઇ થયેલો યુવક અનગઢ ગામ મહોણીમાતાએ દર્શન કરવા આવ્યા હતા. તે દરમિયાન દક્ષેસકુમાર ચૌહાણ અમોને મહોણીમાતાના મંદીર પાસે મંગેતર સાથે જોઇ ગયો હતો. જેથી તે મારી પાસે આવીને તુ મારી સાથે કેમ વાતચીત કરતી નથી તેમજ તુ મારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કરી મને ગંદી ગાળો બોલી જો તુ મારી સાથે લગ્ન કરે નહી તો હુ તને જાનથી મારી નાખીસ તેવી ધમકી આપી હતી. નંદેસરી પોલીસે યુવતીની ફરિયાદના આધારે ધમકી આપનાર પૂર્વ પ્રેમીને ઝડપી પાડવાના કામગીરી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application