Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિમાચલપ્રદેશમાં સોલન જિલ્લાનાં સિહાલમાં જમીનની સપાટીથી 5 કિ.મી.ની ઊંડાઈએ ભૂંકપનું કેન્દ્ર નોંધાયું

  • January 03, 2023 

હિમાચલપ્રદેશમાં ફરી એકવાર ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. જોકે આજરોજ સવારે 5:33 કલાકે થોડી સેકન્ડ માટે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાનાં જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધવી હતી અને તેનું કેન્દ્ર સોલન જિલ્લાનાં સિહાલમાં જમીનની સપાટીથી 5 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.  સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભૂકંપની ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી મળ્યા.




જોકે છેલ્લા 18 દિવસમાં હિમાચલપ્રદેશનાં વિવિધ વિસ્તારોમાં 5 ભૂકંપ આવ્યા છે. મંડી જિલ્લામાં 3 દિવસ પહેલા એટલે કે તા.31 ડિસેમ્બરે સમાન તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અગાઉ 26 ડિસેમ્બરે કાંગડા, 21 ડિસેમ્બરે લાહૌલ-સ્પીતિ અને 16 ડિસેમ્બરે કિન્નૌર જિલ્લામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. હિમાચલપ્રદેશ ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન 4 અને 5માં આવે છે. વર્ષ 1905માં કાંગડા અને ચંબા જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં 10,000થી વધુ લોકો માર્યા ગયા હતા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઓછી અને મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વારંવાર આવતા ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application