ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને ચોંકાવ્યા છે. જ્યાં ભાજપે ગુજરાતની 156 બેઠક પર ભવ્ય જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં ફરી 2017નું પુનરાવર્તન થયું હોય તે રીતે નવસારીમાં 4માંથી ભાજપના ફાળે 3,અને કોંગ્રેસના ફાળે 1 બેઠક આવતા ફરી ભાજપનો કેસર્યો લહેરાતો દેખાયો હતો...
ભાજપ નો દબદબો ધરાવતી ગણદેવી વિધાનસભા બેઠક ઉપર ફરી એકવાર કમળ ખીલ્યું છે. ભુપેન્દ્ર પટેલ સરકાર માં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા નરેશ પટેલ ની ભવ્ય જીત થતા ગણદેવી બેઠક ઉપર ભાજપ નો દબદબો યથાવત રહેતા નરેશ પટેલના નામની જ રહી બોલબાલા રહી હતી
જ્યાં મહ્ત્વનુ છે કે ચીખલી ગણદેવી અને ખેરગામ મળી ત્રણ તાલુકા માં વ્યાપ ધરાવતી ગણદેવી વિધાનસભા બેઠક ઉપર જીત માટે નરેશ પટેલ ને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.ત્યારે ૮મિના રોજ જાહેર થયેલા પરિણામો માં નરેશ પટેલે ગણદેવી બેઠક ના તમામ રેકોર્ડ તોડી પ્રચંડ જીત મેળવી જિલ્લા માં સૌથી વધુ 92829 મતો ની પ્રચંડ લીડ સાથે વિજેતા જાહેર કરાયા હતા. ત્યારે હવે વાત કરીએ જલાલપોર બેઠક ના જાયન્ટ કિલર ગણાતા એવા દબંગ કોળી નેતા આર સી પટેલ કે જે ફરી એકવાર જાયન્ટ કિલર સાબિત થયા છે. તેમને 68 હજાર કરતા વધુ મતો ની લીડ સાથે કોંગ્રેસ ના ઉમેદવાર મુન્ના પંચાલ ને માત આપી પટેલે જીત હાંસલ કરી હતી.
જ્યાં મ્હત્વનુ છે કે જલાલપોર બેઠક ઉપર સતત પાંચ ટર્મથી ધારાસભ્ય રહેલા આર સી પટેલ ને ભાજપે સાતમી વાર ટીકીટ આપી મેદાન માં ઉતાર્યા હતા.તો સામે કોંગ્રેસે 2012 ની વિધાનસભા ચૂંટણી ના ઉમેદવાર રણજીત ઉર્ફે મુન્ના પંચાલ ને ફરી એકવાર તક આપતા ફરી કારમી હારનો સામનો કરવાની નોબત કોંગ્રેસને મળી હતી અને અહી પણ ભાજપનો રાજ ફરી દેકાહ્યો હતો...
મહત્વનું છે કે કાંઠા વિસ્તાર ના ગામો સહિત મરોલી મહુવર વિસ્તાર ના ગામડા ઓનો વિશાળ વ્યાપ ધરાવતી જલાલપોર બેઠક ઉપર સતત કમળ ખીલતું દેખાઈ રહ્યું હોય તેવી રીતે આર સી પટેલે 68329 મતો ની ભારે લીડ મેળવી મુન્ના પંચાલ ને ફરી એકવાર કારમી હાર નો સામનો કરવા મજબુર કર્યા હતા.....
ત્યારે આતો આપણે વાત કરી જલાલપોર બેઠકની હવે વાત કરશું સંસ્કારી નગરી નવસારીની મહત્વની બેઠક ની તો ભાજપ નો ગઢ ગણાતી નવસારી વિધાનસભા બેઠક ઉપર ફરી એકવાર સોળે કળાએ કમલ ખીલ્યું છે. અને ભાજપ ના ઉમેદવાર રાકેશ દેસાઈ એ કોંગ્રેસ ના જાણીતા ઉમેદવાર સામે જંગી સરસાઈ સાથે જીત મેળવી ભગવો લહેરાવ્યો હતો જ્યાં નવસારી બેઠકની જો વાત કરવામાં આવે તો પાછલા 27 વર્ષો થી ભાજપ ના કબજા માં રહેલી નવસારી બેઠક જે ફરી એકવાર ભાજપે પોતાના નામે કરી છે.
અને ભાજપનો ગઢ ગણાતી આ બેઠક ઉપર ભાજપે હાલ ની ચૂંટણી માં ધારાસભ્ય પિયુષ દેસાઈ ની ટીકીટ કાપી નવા ચેહરા રાકેશ દેસાઈ ને મેદાન માં ઉતારી દાવ ખેલ્યો હતો અને અને તે ખરે ખર વિજેતા પણ બનાવી ગયો છે સભ્લ્યે ઉમેદવાર શું કહી રહ્યા છે..
મહત્વનું છે કે કોંગ્રેસે નવસારી શહેર ના જાણીતા ચેહરા દિપક બારોટ ઉપર પસંદગી ઉતારી જીત મેળવવા નું સ્વપ્ન સેવ્યું હતું. પરંતુ અંતે નિરાશ તેમના હાથે લાગી હતી અને જેમાં બંને પક્ષો ના ઉમેદવારો એ નવસારી બેઠક કબજે કરવા અથાગ પ્રયત્નો કર્યા હતા. સાથે એક તબક્કે રાકેશ દેસાઈ ઉપર ભાજપે રમેલો દાવ ઊંધો પડશે તેવું કેટલાક રાજકીય પંડિતો માની રહ્યા હતા. અને રાકેશ દેસાઈ ને ઓછી લીડ મળવાની પણ વાતો ચર્ચા ઓ પણ જાગી હતી જોકે પરિણામ માટે મત ગણતરી ની શરૂઆત થતા જ ભાજપ ને લીડ મળવાની શરૂઆત થઈ હતી.
જે ગણતરી ના અંતિમ રાઉન્ડ સુધી યથાવત રેહતા રાકેશ દેસાઈ એ 71990 મતો ની જંગી લીડ મેળવી ભારે બહુમતી સાથે નવસારી બેઠક ઉપર ભાજપે દબદબો જાળવી રાખતા કોંગ્રેસ ના ઉમેદવાર દિપક બારોટ ની કારમી હાર થઈ હતી. આતો વાત કરી ભાજપનો ભગવો વર્ષોથી લહેરાતો આવ્યો એની પંરતુ હવે આપણે વાત કરશું ભાજપને પણ પાઠ ભળાવી જાયે તેવી વિધાનસભા એટલે નવસારી જીલ્લાની વાંસદા બેઠક કે જ્યાં ભગવો લહેરાવાનો સ્વપ્ન ભાજપ માટે એક ખરાબ સ્વપ્નની જેમ સાબિત થયું હતું.
મહત્વનું છે કે નવસારી જિલ્લા ને સંપૂર્ણ ભગવા રંગે રંગી નાખવાનું ભાજપ નું સ્વપ્ન ફરી એક વાર રોળાયું છે. અને કોંગ્રેસ નો ગઢ ગણાતી વાંસદા બેઠક કબજે કરવા ભાજપે એડી ચોટી નું જે જોર લગાવ્યું હતું. તે વાંસદા બેઠક ઉપર ભાજપે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત અને નાયાબ મામલતદાર તરીકે નોકરી છોડી રાજકારણ માં આવેલા પિયુષ પટેલ ને ટીકીટ આપી હતી. અને જેમને જીતાડવા માટે સમગ્ર જિલ્લા ભાજપ સંગઠન સહિત મોવડી મંડળ પણ કામે લાગ્યું હતું.
પંરતુ અનેક બેઠકો સભાઓ અને પ્રચંડ રેલીઓ નો દોર ચલાવી ભાજપે આદિવાસી મતદારો ને પોતાના તરફ આકર્ષવાના તમામ પૂરતા પ્રયાસ કર્યા હતા. ત્યારે ભાજપ ના ઉમેદવાર પિયુષ પટેલ તેમજ ભાજપ સંગઠન દ્વારા વાંસદા બેઠક કબજે કરવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો હતો. જ્યાં બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉમેદવાર પિયુષ પટેલ ને જીત ના આશીર્વાદ આપ્યા હતા.પરંતુ જનતા નો જનાદેશ પ્રાપ્ત કરવામાં ભાજપ વાંસદા બેઠક ઉપર ફરી એકવાર નિષ્ફળ રહ્યું હતું.
કોંગ્રેસ નો ગઢ કબજે કરવા ભાજપે તમામ પ્રયત્નો કર્યા હોવા છતાં ફરી એકવાર હાર નો સામનો કરવો પડ્યો છે.દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર આદિવાસી પટ્ટા ઉપર આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલ ને જંગી જન સમર્થન મળ્યું હતું.મત ગણતરી શરૂ થતાં જ અનંત પટેલ લીડ મેળવી આગળ ચાલી રહ્યા હતા.
ત્યારે ગણતરી ના તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ કોંગ્રેસ ના ઉમેદવાર અનંત પટેલ 33942 મતો ની જંગી લીડ સાથે વિજેતા જાહેર થયા હતા.તેમની જીત ને સમર્થકો એ ઉત્સાહભેર વધાવી લીધી હતી.અને જીત બાદ ચીખલી તાલુકા ના રાનકુવા થી વાંસદા તરફ રેલી સ્વરૂપે જતા સમર્થકો એ વિજ્યોત્સવ ની ઉજવણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application