સુરતના લસકાણા મારુતિનગરમાં રાત્રે જીમમાંથી ઘરે પરત ફરતા બે ભાઈઓ ઉપર રવિવારે થયેલા ઝઘડાની અદાવતમાં ત્રણ વ્યક્તિએ હુમલો કરતા મોટાભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી.મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો વતની અને સુરતમાં લસકાણા ડાયમંડ નગર વિભાગ 1 પ્લોટ નં.239 બીજા માળે બનાવેલા રૂમમાં મોટા ભાઈ મહેન્દ્ર ( ઉ.વ.28 ) અને ગામના બે યુવાન અને ભાણેજ સાહીલ સાથે રહેતો 19 વર્ષીય રાજા બાબુરામ નિશાદ તે સ્થળે જ લુમ્સના કારખાનામાં નોકરી કરે છે,જયારે તેનો મોટો ભાઈ મહેન્દ્ર બાજુમાં લુમ્સના કારખાનામાં નોકરી કરે છે.તેઓ નોકરી પુરી કરી મારુતિનગરમાં આવેલા જીમમાં કસરત કરવા ગયા હતા.જીમમાંથી તેઓ આઠ વાગ્યે રૂમ પર પરત ફરતા હતા ત્યારે માધવ ગેરેજની સામે પાછળથી દેવા નિશાદ અને ને અજાણ્યા ડંડા લઈ આવ્યા હતા.ત્રણેયે બંને ભાઈઓ પર પાછળથી હુમલો કરતા મહેન્દ્રને માથામાં અને શરીરે ઈજા થઈ હતી અને તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો.
રાજાને જમણા હાથમાં ઈજા થતા તે ત્યાંથી દોડીને થોડે દૂર ગયો હતો અને બુમાબુમ કરતા ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા.મહેન્દ્રને બેભાન હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.બનાવની જાણ થતા દોડી ગયેલી સરથાણા પોલીસે રાજાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રવિવારે મહેન્દ્ર અને દેવાનો ડાયમંડનગરમાં હોટલ ઉપર ઝઘડો થયો હતો.તેની અદાવતમાં હુમલો કર્યો હતો.સરથાણા પોલીસે રાજાની ફરિયાદના આધારે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી ત્રણેય હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે,.વધુ તપાસ પીઆઈ વી.એલ.પટેલ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application