વડોદરા તરફથી દારૂનો જથ્થો ભરેલી રાજસ્થાન પાર્સીંગની એક ટ્રક ભરૂચ તરફ જવાની છે તેવી માહિતીના આધારે જિલ્લા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરણામાં નેશનલ હાઇવે ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકમાં માત્ર ચાલક હોવાથી તેની પૂછપરછ કરતા શરૂઆતમાં ગલ્લા તલ્લા કર્યા હતા. ત્યારબાદ ટ્રકમાં તપાસ કરતા માર્બલ પાવડરની આડમાં છુપાવેલી દારૂની પેટીઓ મળી હતી. માર્બલ પાવડરની 1000 થેલી, દારૂની પેટીઓ અને ટ્રક મળી 18.24 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ડ્રાઇવર ગોરધન સિંહ લખમણસિંહ પવાર રહે કુંભલગઢ રાજસ્થાનની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application