Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કન્ટેનરમાંથી રૂપિયા 38 લાખનો વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • December 16, 2023 

વડોદરા પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, રાજસ્થાનને બિશનોઈ ગેંગના સાગરીતો અશોક પુનમારામ બિસ્નોઈ રહેવાસી સાંગડવા જીલ્લો સાચોર રાજસ્થાન તથા સુરેશ કેસારામ વિશ્નોઈ રહેવાસી નેડીવાડી જિલ્લો બાડમેર રાજસ્થાન ભેગા મળી હાલમાં ગોવાથી ટ્રક તથા કન્ટેનરોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આંતર રાજ્ય હેરાફેરી કરે છે. તાજેતરમાં તેમને એક કન્ટેનરમાં ગોવાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી રવાના કર્યું છે જે કન્ટેનર વડોદરા બાયપાસ રોડથી હાલોલ તરફ જવાનું છે.



જે બાતમીના આધારે પીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી સંગમ હોટલ પાસે વોચ રાખી કન્ટેનર ઝડપી પાડ્યું હતું. પોલીસે સ્થળ પરથી શ્રવણકુમાર કિશનારામ બિશ્નોઇ રહેવાસી સાંગાડવા ગામ જિલ્લો સાચોર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ પકડાયો હતો તેમજ અશોક બિશ્નોઇ અને સુરેશ બીષ્ણોઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. અશોક બિશ્નોય સામે 15 અને સુરેશ સામે બે ગુના દાખલ થયા છે. પોલીસે વિદેશી દારૂને 33,648 બોટલ જેની કિંમત રૂપિયા 38.44 લાખ તથા કન્ટેનર અને રોકડા મળી કુલ રૂપિયા 48.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ઝ્દ્પ્યેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application