મનિષા સુર્યવંશી/વ્યારા : તાપી પ્રોહી સ્કોડ ટીમને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢ હાઇવે પરથી સોનગઢ નેશનલ હાઇવે પરથી કારમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂનો જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો, જોકે કાર આગળ પાયલોટીંગ કરતા શખ્સને પણ દબોચી લેવાયો છે. તાપી પોલીસે કુલ ૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના એસપીની સુચના અને જિલ્લા એલસીબીના પીઆઈની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ તાપી જિલ્લાની પ્રોહી સ્કોડ ટીમ સોનગઢ વિસ્તારમાં પ્રોહી. રેડમાં નીકળી હતી દરમ્યાન પ્રોહી સ્કોડ ટીમના માણસોને સંયુક્ત રીતે પાકી મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢથી વ્યારા તરફ જતા નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર સોનગઢ ભૂમિ સ્ટોન કવોરી પાસે વોચ ગોઠવી હતી, દરમિયાન બાતમી વાળી એક એકટીવા ગાડી અને તેની પાછળ આવતી ફોર વ્હીલ ગાડીને લાકડીના ઈશારે ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે પોલીસને જોઈએ બંને ગાડીઓના ચાલકે પોતાનું ક્બ્જાનું વાહનો લઇ યુ-ટર્ન મારી સોનગઢ તરફ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ સ્ટાફના માણસોએ પોત પોતાના વાહનો આડશ ઉભી કરી રોકી લેવામાં આવ્યા હતા. પ્રોહી સ્કોડ ટીમની તપાસમાં કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ પારસભાઈ દેવાભાઈ વન (ઉ.વ.૩૨) હાલ રહે, સિંગી ફળિયું-વ્યારા નાનો હોવાનું જણાવ્યું હતું. જયારે નંબર વગરની પાયલોટીંગ કરતી એકટીવા ચાલકનું નામ પૂછતા અનીલભાઈ વિનોદભાઈ ઢોડીયા (ઉ.વ.૩૪) રહે,સિંગી ફળિયું-વ્યારા નાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૦૧/કેએચ/૨૭૪૪ માંથી અલગ અલગ બ્રાન્ડ ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ-૧૦૭૨ જેની કિંમત રૂપિયા ૮૫,૨૦૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ મામલે તાપી પ્રોહી સ્કોડ ટીમમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ જોરારામભાઈની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કારની કિંમત રૂપિયા ૩ લાખ, એકટીવા ગાડીની કિંમત રૂપિયા ૩૦ હજાર અને બંને આરોપીઓ પાસેથી મળી આવેલ ૨ મોબાઈલ ફોન જેની કી.રૂ.૧૦,૫૦૦/- તેમજ રૂ.૮૫,૨૦૦/-નો ઈંગ્લીશદારૂ મળી કુલ્લે રૂપિયા ૪,૨૫,૭૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે મહારાષ્ટ્રના નવાપુરમાંથી દારૂ ભરી આપનાર પંકજભાઈ અને દારૂ મંગાવનાર માંડવી તાલુકાના બોઢાણ ગામનો અર્જુન ઉર્ફે કાણીયો નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. (Photo-Yuvraj Prajapati-Songadh)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500