વ્યારાનગરમાં જનક નાકા ત્રણ રસ્તા પાસે પુર પાટ ઝડપે દોડતા એક દૂધ ટેન્કરના ચાલકે સીસીટીવી કેમેરાના ૨ પોલમાં પોતાનું ટેન્કર અથડાવતા અંદાજીત ૪,૬૯,૦૦૦ (ચાર લાખ ઓગણોસિત્તેર હજાર)નું નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદ ટેન્કર ચાલક વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે નોંધવા પામી છે,
મળતી માહિતી મુજબ વ્યારા નગરમાં આવેલ જનક નાકા ત્રણ રસ્તા પાસે મોડીરાત્રે એક દૂધ ટેન્કર નંબર જીજે/૨૧/વાય/૪૨૦૦ ના ચાલકે પોતાનું ક્બ્જાનું ટેન્કર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી ડીવાયડર પર ચઢાવી દેતા, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ફીટ કરેલ સીસીટીવી કેમેરાના પોલ નંગ-૨ સાથે અથડાવી દેતા અંદાજીત કુલ રૂપિયા ૪,૬૯,000 ((ચાર લાખ ઓગણોસિત્તેર હજાર)નું નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદ એસએસઆઈ ખુશ્બુબેન ચૌધરીએ નોંધાવતા વ્યારા પોલીસ દ્વારા દૂધ ટેન્કરના ચાલક વિરુદ્ધ ઈપીકો કલક-૨૭૯ mvact-૧૭૭,તથા ધિ પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એક્ટની કલમ-૦૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500