Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં ગડત ગામે બાઈક સ્લીપ થતાં ચાલકનું સારવાર દરમિયાન મોત

  • October 27, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં ગડત ગામનાં પાંખરી ફળિયામાંથી પસાર થતાં ભોજપુરદુરથી વાંદરદેવી જતાં રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડોલવણનાં ભોજપુરદુર ગામનાં નિશાળ ફળિયામાં રહેતા ગીરીષભાઈ કનુસીંગભાઈ ચૌધરી (ઉ.વ.40) નાઓ ગત તારીખ 24/10/2023નાં રોજ પોતાના કબ્જાની હીરો સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/26/AA/7033ને લઈને ગડત ગામનાં પાંખરી ફળિયામાંથી પસાર થતાં ભોજપુરદુરથી વાંદરદેવી જતાં રોડ ઉપરથી પસાર થતાં હતા.



તે દરમિયાન પોતાની બાઈક ઉપરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ગીરીષભાઈને શરીરે ઓછી વત્તી ઈજા પહોંચી હતી અને તેમના મોઢાનાં ભાગે તથા કપાળ તેમજ માથાના ભાગે ઈજા પહોચતા 108ની મદદથી વ્યારા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગીરીષભાઈનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતક ગીરીષભાઈની પત્ની મુનીતાબેન ચૌધરીની તારીખ 25/10/2023નાં રોજ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application