નિઝર તાલુકાનાં પીંપરીપાડા ગામે મંદિર ફળિયામાં રહેતા ત્રણ સંતાનના પિતા સતિષભાઈ ભીંમસીંગભાઈ વસાવા (ઉ.વ.47) ખેતીનો વ્યવસાય કરતા હતા. જોકે શનિવારે ઉકાઈ જળાશયમાં ડુબાણમાં ગયેલા જુના પીંપરીપાડા ગામે ટ્રેક્ટર કીચડમાં ફસાઈ ગયું હતું. જેથી ટ્રેક્ટર પાસે રોકાયેલ માણસો માટે સતિષભાઈ પોતાની બાઈક નંબર GJ/26/F/3677 પર જમવાનું લઈને જતા હતા. તે સમયે બાઈક પૂરઝડપે હંકારી જતા હોય રાત્રે 10.30 કલાકના સુમારે કેસરપાડા ગામની સીમમાં કેસરપાડા ચોકડી પાસે ઉપસરપંચ ચા’નાં સ્ટોલ નજીક ઉચ્છલ-નિઝર રોડ ઉપર બાઈક સ્લીપ થઈ હતી અને રોડની સાઈડ ઉતરી જતા સતિષભાઈ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર મોત થયું હતું. જયારે નજીકમાં રહેતા મોટાભાઈ સુરેશભાઈ વસાવાએ નિઝર પોલીસ મથકે અકસ્માત મોતના ગુનાની ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ
April 03, 2025ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની થયું
April 03, 2025કામરેજનાં શેખપુર ગામમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો
April 03, 2025ઉચ્છલના મીરકોટથી અને ઉકાઈ વર્કશોપમાંથી બોગસ ડોકટર ઝડપાયા
April 03, 2025