ડોલવણનાં બેડારાયપુરા ગામમાં માછીસાદડા ગામ તરફતી આવતા રોડ ઉપર ગરનાળા ઉપરથી ટ્રેકટર નીચે ખાબકતા ગંભીર ઈજા થવાથી ચાલકનું મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી જિલ્લામાં હાલમાં ચોમાસું ખેતી માટે ખેતરો, કયારાઓનું ખેડાણ સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારો ટ્રેકટરનાં અકસ્માત નડતા હોય છે.
જેમાં ગત તારીખ 19નાં રોજ મહિન્દ્રા કંપનીનું ટ્રેકટર નંબર GJ/21/J/9126 લઇને શીરીષભાઈ ધીરૂભાઈ પટેલ લઇને માછીસાદડા ગામ તરફથી બેડારાયપુરા સડક ફળીયા તરફ આવતા હતા. તે દરમિયાન ગરનાળા પાસે અચાનક ચાલકે કાબુ ગુમાવી દેતા ટ્રેકટર ગરનાળા ઉપરથી નીચે પડી ગયું હતું. ઘટના દરમિયાન ચાલક શીરીષ પટેલને ગંભીર ઇજા થતા જેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે ટ્રેકટરનાં માલિક રાજુભાઇ રમણભાઇ પટેલએ ડોલવણ પોલીસ મથકે અકસ્માત અંગે જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application