વાપીના ચલા ખાતે આવેલ એક સોસાયટીના એપાર્ટમેન્ટના બંધ ફ્લેટ નો દિવસ દરમિયાન દરવાજો તોડી રૂમમાં રાખવામાં આવેલા કબાટ ની તિજોરી અને લોકર માંથી રૂપિયા 1.85 લાખના સોના ચાંદીના દાગીના ની ચોરી કરી જતા સમગ્ર તથા વાપી પંથકમાં રહેતા લોકોમાં ભારે ફકરાટ ફેલાઈ જવા પામ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના ચલા મુકતાનંદ માર્ગ પર આવેલ ક્રિષ્ના ગોરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 204 માં રહેતા ખેમરાજભાઈ ગુલાબ રાવ રેવટકર અને તેમની પત્ની ગત તારીખ 27-9-2022 ના રોજ તેમના ફ્લેટ બંધ કરી બંને કંપનીમાં નોકરી એ ગયા હતા તે દરમિયાન કોઈ ચોર ઇસમોએ તેમના ફ્લેટ નો મુખ્ય દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખવામાં આવેલ લોખંડના કબાટ નું લોક તોડી કબાટના તિજોરીમાંથી તથા લોકર માંથી સોના ચાંદીના દાગીના ખુલ્લે રૂપિયા 1.87 લાખના ની ચોરી કરી જઈ ભાગી ગયા હતા.
આ અંગે મોડી સાંજે ઘરે આવેલા દંપતીને જાણ થતા તેઓએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસ મથકમાં ઘરફોડ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે વાપી પંથકમાં રોજબરોજ ઘરફોડ ચોરી અને ચીલ ઝડપના બનાવોને લઈ વાપીવાસીઓમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500