Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ ગામનાં દોડીયા ફળિયામાંથી ભેંસ અને પાડાની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ચાર ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી કરી

  • July 13, 2024 

વાલોડ ગામનાં દોડીયા ફળિયામાં ગત  તારીખ 9/06/2024ના રોજ રાત્રિના સમયે તો ત્રણ ભેંસો અને એક પાળીયા સહિત ચોરી થઈ હતી જે અંગેની તપાસમાં ચાર ભેંસોની ચોરી કરનાર ચોરોને એલ.સી.બી. તાપી દ્વારા ગુનેગારોને ઝડપી પાડ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી જિલ્લા એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.પંચાણીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર જે.બી.આહિર અને ડેરી અન્ય પોલીસ સાથે વાલોડ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચારેક માણસો એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર GJ/19/U/3207માં વાલોડ બાજીપુરા વિસ્તારમાં આવેલ ભેંસોના તબેલાઓ તરફ ફરીને ચોરી કરવાનો ફિરાકમાં છે, મળેલ બાતમીના આધારે એલ.સી.બી. તાપી પીકઅપ ગાડીની શોધમાં હતા.


ત્યારે બાજીપુરા રાધાકૃષ્ણની હોટલની સામેથી બોલેરો પસાર થતા જોઈ તેને બાજીપુરા સુમુલ રોડ પાસે આવેલ ઓવર બ્રિજની પાસે રોકી 4 ઇસમો જેમાં અનવરખાન મજીદખાન સિંધી રહે નેત્રંગ મૂળ રહે સેડવા, જિ.બાડમેર રાજસ્થાન), બિલાલખાન હાજીખાન સિંધી (હાલ રહે.ઝઘડીયા, મૂળ રહે.બામનોર, તા.સેડવા જિ. બાડમેર) સોહેલખાન સુલેમાન સિંધી (હાલ રહે.મોસાલી મૂળ રહીશ બસરા, તા.રામસર, જિ.બાડમેર), હાસિમખાન કરીમખાન સિંધી કરી (હાલ રહે.કરમાલી તા.અંક્લેશ્વર મૂળ રહે આટા, તા. રામસર જી.બાડમેર રાજસ્થાન) નાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવેલા હતા. તેઓની પૂછપરછ કરતા તેઓએ ગત તારીખ 9/06/2024ના રોજ રાત્રિના સમયે વાલોડના દોડીયા ફળિયામાંથી ત્રણ ભેંસો અને એક પાડો એમ ચાર પશુઓની ચોરી કરેલ હતી.


જે બાબતે પકડાયેલા આરોપી અનવરખાન મજીડખાં સિંધીનાઓ ગુનાના સમયે ગુનાવાળી જગ્યામાં હાજર હોય પકડાયેલા ચારેય ઈસમો આજથી એકાદ મહિના પહેલા તેમની સાથે બીજા આમદ સિંધી (રહે.કીમ, મૂળ રહે.બાડમેર) તથા સિદ્દીક સીંધી (હાલ રહે.કામરેજ, મૂળ રહે.બાડમેર)નાઓ સાથે બોલેરો પીકઅપ ગાડી લઈને રાત્રિના સમયે આવેલા અને ફરતા ફરતા વાલોડના એક ગામમાં ઘરની બહાર પતરાના શેડ નીચે બાંધેલ ભેંસો હોય તેમાં ત્રણ ભેંસો અને એક પાડો હતો જે ચોરી કરી પીકઅપમાં ભરી લઈ ગયેલા હોવાનું કબૂલાત કરતા આરોપીઓ પાસેથી 4 મોબાઈલ અને સફેદ કલરની મહેન્દ્રા કંપનીની બોલેરો જેની મળી કુલ રૂપિયા 3,40,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application