હીમાચલ પ્રદેશથી 23.42 લાખના પ્રતિબંધિત ચરસના જથ્થો કારમાં સુરત લાવનાર આરોપીની માતાની બિમારીની સારવાર માટે 30 દિવસ માટે વચગાળાના જામીનની માંગને નાર્કોટીક્સ કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ સંજય ત્રિવેદીએ નકારી કાઢી છે.
અમરોલી પોલીસે હીમાચલ પ્રદેશથી વોન્ટેડ આરોપી લાલારામ ઉર્ફે રાધે મોહન ઠાકુર(રે.વાયચીંગવેલી,તા.કસોલ,જી.કલ્લુ હીમાચલ પ્રદેશ) તથા ટીક્કારામ નોચ બહાદુર પાસેથી કુલ રૃ.23.42 લાખની કિંમતના 4 કીલોના પ્રતિબંધિત ચરસના જથ્થો કારમાં લાવનાર આરોપી અતુલ સુરેશ પાટીલ(રે.એમ્બેવલી આર્કેડ,મોટા વરાછા અમરોલી)જેનિસ શંભુભાઈ ખેની, નિકીતાબેન દલસુખભાઈ ચોડવડીયાને નાર્કોટીક્સ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.હાલમાં જેલવાસ ભોગવતા મૂળ મહારાષ્ટ્ર નંદુરબારના વતની આરોપી અતુલ પાટીલે પોતાની માતાને કીડનીની બિમારીની સારવાર માટે 30 દિવસના વચગાળાના જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર ખેરનારે તપાસ અધિકારીનો રિપોર્ટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપીએ રજુ કરેલા મેડીકલ સર્ટીફિકેટ એક વર્ષ જુના હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.વધુમાં આરોપીની બહેન તથા પિતા તેના વતનમાં હોઈ માતાની સર્જરી દરમિયાન હાજર રહી શકે તેમ હોઈ હાલના આરોપીની હાજરી જરૃરી નથી.આરોપી વિરુધ્ધ કોમર્શિયલ કોન્ટીટીના પ્રતિબંધિત 4 કીલોથી વધુ ચરસના જથ્થાનો કેસમાં હજુ ત્રણ આરોપીઓ વોન્ટેડ છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના વચગાળાના જામીનની માંગને નકારી કાઢી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application