દેશનાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને AIIMS હોસ્પિટલનાં પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMS દિલ્હી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર પીઠમાં દુ:ખાવાની સમસ્યાના કારણે ગુરુવારે સવારે જ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે અને તબીબો દેખરેખ રાખી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ રાજનાથ સિંહની બુધવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડી હતી.
તેમણે પીઠમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી, જેના કારણે તેમણે મોડી રાત્રે જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને એઈમ્સના પ્રાઈવેટ વૉર્ડમાં દાખલ કરાયા છે. હાલ ન્યૂરો સર્જન ડૉ.અમોલ રહેજા તેમની સારવાર કરી રહ્યા છે. એમ્સ દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને ટુંક સમયમાં ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજનાથ સિંહે તારીખ 10મી જુલાઈએ પોતાનો 73મો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન તમામ નેતાઓએ તેમને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને તેમણે તેનો જવાબ પણ આપ્યો હતો. આ ઉપરાંત ભાજપના ઘણાં નેતાઓએ તેમના નિવાસસ્થાને પહોંચી જન્મ દિવસની શુભકામના પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application