બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અત્યારે પોતાની તાજેતરની રિલીઝ ફિલ્મ મિશન રાનીગંજને લઈને ચર્ચામાં છે. અક્ષયની ફ્લોપ ફિલ્મોની યાદીમાં હવે મિશન રાનીગંજનું નામ પણ સામેલ થઈ ચૂક્યુ છે. અક્ષયની સાથે-સાથે આ ફિલ્મ પાસેથી નિર્માતાઓને પણ ખૂબ આશાઓ હતી. મિશન રાનીગંજ થિયેટર્સમાં કંઈ ખાસ કમાલ કરી શકી નથી. હવે આ ફિલ્મને લઈને મેકર્સે એક મોટુ એલાન કર્યું છે. આજે ‘નેશનલ સિનેમા ડે’ ના અવસરે ફિલ્મ મિશન રાનીગંજના નિર્માતાઓએ એક મોટી જાહેરાત કરી છે. અક્ષય કુમારની મિશન રાનીગંજને મેકર્સે ઓસ્કાર એવોર્ડમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મેકર્સ હવે આ ફિલ્મને ઓસ્કારમાં રજૂ કરશે. મિશન રાનીગંજ પહેલા RRRના મેકર્સે પણ આ પગલુ ઉઠાવ્યુ હતુ.
અક્ષયની આ ફિલ્મની કહાની રિયલ સ્ટોરી પર આધારિત છે. જોકે દર્શકોને આ ફિલ્મ કંઈ ખાસ પસંદ આવી નથી. અક્ષયની સાથે આ ફિલ્મમાં પરિણીતિ ચોપરા સ્ક્રીન શેર કરતી નજર આવે છે. 'મિશન રાનીગંજ ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ' કહાની પશ્ચિમ બંગાળના રાનીગંજની છે. વર્ષ 1989માં પશ્ચિમ બંગાળમાં રાનીગંજ કોલફીલ્ડના ધસવા દરમિયાન 65 ખાણ શ્રમિકોને ત્યાં પહોંચેલા એન્જિનિયર જસવંત સિંહ ગિલે પોતાની સૂઝબૂઝથી બચાવ્યા હતા. ફિલ્મમાં જસવંતનું મહત્વનું પાત્ર અક્ષય કુમારે નિભાવ્યુ છે. અક્ષય કુમારે ખૂબ સારી રીતે પાત્રને પડદા પર ઉતાર્યુ છે.
તેમ છતાં ફિલ્મ લોકોના દિલ સુધી પહોંચી ન શકી. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ લંડનની આસપાસના કસ્બામાં કરવામાં આવ્યુ છે. ખાણનો સેટ પણ ત્યાં બનાવવામાં આવ્યો. બાદમાં જેમાં અમુક સીન રાનીગંજ, ધનબાદ અને મુંબઈમાં શૂટ કરીને મિલાવી દેવાયા છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને પરિણીતિ ચોપરા સિવાય રાજેશ શર્મા, રવિ કિશન અને કુમુદ મિશ્રા જેવા એક્ટર પણ નજર આવ્યા છે. રિલીઝના સાતમાં દિવસે મિશન રાનીગંજ લગભગ 1.3 કરોડનું કલેક્શન કર્યુ છે. અત્યાર સુધીમાં ફિલ્મ 20.8 કરોડની કમાણી કરી શકી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500