સોનગઢ ના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સર્વોદય કોલોનીની પાછળ એક સ્ટોન ક્વોરી બંધ પડેલી હાલત માં છે અને તેની નજીક જ ક્વોરી ની પથ્થર ની ખીણ આવેલી છે. ચોમાસાની સીઝન હોવાથી હાલમાં આ ખીણ માં પાણી ભરેલું છે અને ક્વોરી માલિક દ્વારા આ ખીણ ની પુરાણ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ગત બુધવારે ક્વોરી પર સુપરવિઝનનું કામ કરતાં રાકેશ ભાઈ ગામીત જેસીબી મશીન લઈ પુરાણ ના કામે ખીણ પર ગયા હતાં ત્યારે ખીણ ના પાણી માં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ જોયો હતો, જેથી પોલીસે સ્થળ પર પહોંચી ડિકમ્પોઝ સ્થિતિમાં થઈ ગયેલી આશરે 35 થી 40 વર્ષ ની ઉંમર ધરાવતા શખ્સની લાશ પાણી માંથી બહાર કઢાવી હતી.
અજાણ્યા શખ્સનો મળી આવેલ મૃતદેહનું વર્ણન
આ ઇસમે કાળા કલર નું આખી બાય નું શર્ટ અને ગ્રે કલર નો સાદો પેન્ટ પહેરેલ છે અને તેની ઊંચાઈ આશરે પાંચ ફૂટ સાત ઇંચ જેટલી છે. આ ઇસમ અંગે કોઈ ને જાણ થાય તો સોનગઢ પોલીસ નો સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application